લ્યો બોલો તસ્કરોએ તો જજ સાહેબના ઘરને પણ ન મૂક્યું, આટલી મોટી ચોરી !!
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં ચોરીના બનાવો સતત સામે આવે છે. તસ્કરો એક નાનો એવો પણ મોકો નથી ચુકતા. ત્યારે રાજકોટ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં ચોરીના બનાવો સતત સામે આવે છે. તસ્કરો એક નાનો એવો પણ મોકો નથી ચુકતા. ત્યારે રાજકોટ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા અને કપડવંજના રહીશ ગુજરાત હાઇકોર્ટમાં તાલીમ માટે ગયા હતા. તે સમયે તસ્કરોએ તેમના ઘરમાંથી રૂપિયા 1,95,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા. ઘટનાની જાણ થતા ન્યાયાધીશના સંબંધીએ કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
રાજકોટ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવે છે ત્યારે અવારનવાર પરિવાર સાથે કપડવંજ સ્થિત ઘરે તેઓ આવતા જતા રહે છે. દરમ્યાન તારીખ 4 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરના દરવાજાનો નકૂચો તોડી અજાણ્યા તસ્કરો લોખંડની તિજોરીમાં મુકેલ સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મોબીનભાઈના પાડોશીએ ચોરીની જાણ તેમના કૌટુંબિક ભાઈ ઈકબાલ શેખને કરતા તેઓ મોબીનભાઈના ઘર પર પહોંચ્યા. જ્યા ઘરમાં તપાસ કરતા બધો જ સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.
ચોરીની ઘટના મામલે રાજકોટ સ્થિત મોબીનભાઈના પરિવારને જાણ કરતા તેમના પત્ની સમીબેન કપડવંજ આવ્યા અને ઘટનાની જાણ ન્યાયાધીશ મોબીનભાઈને થતા અમદાવાદથી તેઓ પણ આવી ગયા હતા. ચોરીની આ ઘટનામા ઇમરાનભાઈ શેખે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
જાણો શું શું ચોરાયું
આ ચોરીની ઘટનામાં 60 હજારનો સોનાનો ત્રણ તોલાનો સેટ, 80 હજારનો સોનાનો ચાર તોલાનો સેટ, 10 હજારનો સોનાનો એક ઝુમ્મર, 10 હજારની સોનાની એક હેર, 20 હજારના સોનાના 10 પેન્ડલો અને 15 હજારના ચાંદીના ડાયમંડના પાયલોની ચોરીની થઈ છે.
આ પણ વાંચો:જંત્રીના દરને લઈ નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું
ADVERTISEMENT
કપડવંજમાં ચોરીના અનેક બનાવો બન્યા
મહત્વનું છે કે, કપડવંજમાં આ અગાઉ પણ એક ચોરીની ઘટના બની હતી. જેમાં બંધ મકાનમાંથી આશરે 1.5 લાખ રૂપિયાની મત્તા ચોરાઈ હતી. ત્યારબાદ વધુ એક ચોરીની ઘટનાને લઈને કપડવંજના રહીશોમાં સ્થાનિક પોલીસના પેટ્રોલિંગની કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT