'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot News
પોલીસની ધમકી સામે યુવક હારી ગયો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પોલીસના ત્રાસથી રાજકોટમાં યુવકે કરી આત્મહત્યા

point

વિરમગામના PSIના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આક્ષેપ

point

યુવકે આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો

Rajkot News: રાજકોટના મવડી વિસ્તારમાં પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. યુવકે આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં વિરમગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. જેથી હાલ રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ વિરમગામ પોલીસ મથકના PSI હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે. સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

પોલીસના ત્રાસથી કંટાળીને યુવકનો આપઘાત 

 

રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દિપક ધ્રાંગધરીયા નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે  વિરમગામ ગ્રામ્યના PSI હિતેન્દ્ર પટેલ દારૂના કેસમાં પરેશાન કરીને રૂપિયા માંગતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં યુવકે PSI હિતેન્દ્ર પટેલ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માંગતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને  PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરતો હોવાનું પણ યુવકે જણાવ્યું હતું. 

યુવકે આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો

 

આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં દિપક ધ્રાંગધરીયાએ જણાવ્યું હતું કે, આજથી ચારેક મહિના અગાઉ મેં રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે, જેથી તેણે મારું નામ લીધું હતું. તેણે મારી ઉપર 8 પેટીનો આરોપ લગાવીને કેસ કર્યો હતો. જેથી વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબને સેટિંગના મેં  ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. છતાં તેઓએ મારી ઉપર કેસ કર્યો અને મને જેલના હવાલે કરી દીધો. હું 2 મહિને જેલમાંથી બહાર આવ્યો હતો. 

ADVERTISEMENT

મારા પરિવારને ન્યાય મળે એવું કરજોઃ દિપક ધ્રાંગધરીયા

 

દિપક ધ્રાંગધરીયાએ જણાવ્યું કે, 14 તારીખે ફરી કોઈકનો માલ પકડાયો હશે અને તેમાં પણ મને ફોન કરીને કહે છે કે, આ માલ પણ તારો છે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે. એટલા બધા મારી પાસે પૈસા નથી અને આ માલ મારો છે નહીં. હવે હું આ ધંધો કરતો નથી, જો હું ધંધો કરતો હોય તો રાજકોટમાં એકાદ કેસ તો મારી ઉપર હોયને. આવી રીતે અવાર નવાર પૈસાની માંગ કરે છે. જેથી હું હવે કંટાળીને આપઘાત કરું છું. મારા પરિવારને ન્યાય મળે એવું કમિશનર સાહેબ કરજો.


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT