અમદાવાદમાં મોજશોખ પૂરા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! 4 વર્ષે ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરમાં પતિ અને પત્ની વચ્ચે વિવાદનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતે વિકી ડોનર બનીને સ્ત્રી બીજ ડોનેટ કરતી હોવાની…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં પતિ અને પત્ની વચ્ચે વિવાદનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતે વિકી ડોનર બનીને સ્ત્રી બીજ ડોનેટ કરતી હોવાની વાત પતિથી છુપાવી હતી. આ માટે તેણે આધારકાર્ડમાં પણ છેડછાડ કરીને નવું આધાર કાર્ડ બનાવ્યું હતું. પત્નીની સમગ્ર હરકત વિશે જાણ થતા પતિ હચમચી ઉઠ્યો હતો અને તેણે પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.
પત્નીએ સ્ત્રી બીજ ડોનેટ કરવા ખોટું આધારકાર્ડ બનાવ્યું
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક યુવકે પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. તેનો આરોપ છે કે પત્નીએ મોજશોખ પૂરા કરવા સ્ત્રી બીજ ડોનેટ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં તેણે આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ પણ બનાવ્યું છે. આ બધા કામ માટે પત્નીએ હોસ્પિટલમાં પત્ની ખોટી સહી પણ કરી છે.
આ પણ વાંચો: પોલીસ અધિકારી બન્યો રાક્ષસ, 12 મહિલાઓ સાથે 48 વાર દુષ્કર્મ સહિત અનેક અપરાધ
ADVERTISEMENT
અલગ રહેવાની જીદ કરતા યુવક ભાડે રહેવા ગયો
ફરિયાદી યુવકના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા. લગ્નના કેટલાક વર્ષો બાદ યુવતીની તેના સાસુ-સસરા સાથે માથાકુટ થતા તેણે અલગ રહેવાની જીદ કરી જેથી યુવક નજીકમાં ભાડે રહેવા ગયો. તેણે પોતાનો ઘર સંસાર બચાવવા પગાર પણ પત્નીને આપી દેતો, પરંતુ પત્ની બધા પૈસા મોજશોખમાં વાપરી નાખતી. જેથી કંટાળીને પતિ ફરી માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો. જેથી પત્નીએ ભરણપોષણનો કેસ કોર્ટમાં કર્યો હતો બાદમાં 2022માં બંને વચ્ચે સમાધાન થતા સાથે રહેવા લાગ્યા.
આ પણ વાંચો: અમદાવાદઃ ફ્રીડમ પોસ્ટ મુકી મેડિકલના વિદ્યાર્થીએ અટલબ્રિજ પરથી કુદી કર્યો આપઘાત
ADVERTISEMENT
4 વર્ષથી સ્ત્રી બીજ ડોનેટ કરતી હતી
આ દરમિયાન યુવકને જાણ થઈ કે 2019થી 2022 સુધી તેની પત્ની એજન્ટ મારફતે સ્ત્રી બીજ ડોનર તરીકે કામ કરતી હતી. તેણે અલગ-અલગ હોસ્પિટલોમાં સ્ત્રી બીજ પણ ડોનેટ કર્યા છે. જ્યારે પતિને સમગ્ર મામલાની જાણ થઈ અને તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ ઝઘડો શરૂ કરી દીધો અને પોતાની માતાને બોલાવી. સાસુએ આવીને જમાઈને ધમકી આપી કે આ વાત બહાર કોઈને કરશો તો મારા દીકરાના હાથે તમને મરાવી નાખીશ. જે બાદ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT