ધો.10-12ની બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડનો શું છે એક્શન પ્લાન?,જાણો કેટલા વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ
Gujarat Board Exams 2024: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આગામી 11મી માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
આગામી 11મી માર્ચથી બોર્ડની પરીક્ષા થશે શરૂ
શિક્ષણ બોર્ડે પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી લીધી પૂર્ણ
15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Gujarat Board Exams 2024: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આગામી 11મી માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે, આ વર્ષે ધોરણ 10 અને 12ના મળીને કુલ 15 લાખ 39 હજાર 239 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 4236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાના છે.
જાણો ધો.10ના કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આગામી 11 માર્ચથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનારી છે. ત્યારે પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર 279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 32 હજાર 073 વિધાર્થીઓ પરીક્ષા આપશે.
વધુ વાંચો...Board Exam 2024: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરી તો ગયા સમજો, અહીં જાણી લો શું થશે સજા
તમામ વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા કુલ 1121 ઝોન અને 5378 બિલ્ડિંગના 54 હજાર 294 બ્લોક પર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો સહિત વર્ગખંડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને રોકવા માટે કુલ 80 જેટલી સ્ક્વોર્ડની ટીમ અને 10 જેટલી ફ્લાઈગ સ્ક્વોર્ડની ટીમ તૈનાત કરાઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો...GSEB Hall Ticket 2024: ધો. 10-12ના વિદ્યાર્થીઓની હોલ ટીકિટ જાહેર, આ રીતે કરી શકાશે ડાઉનલોડ
શિક્ષકોને સોંપાઈ મહત્વની જવાબદારી
આગામી 11મી માર્ થી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60 હજાર જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે, આ તમામ શિક્ષકો પરીક્ષા દરમિયાન વર્ગખડમાં નિરીક્ષક તરીકેની ભૂમિકા અદા કરશે. આ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડના સભ્યોની ટીમ સહિત તમામ જિલ્લામાં રહેલ કલેકટર કચેરીના વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને પર સ્ક્વોર્ડ તરીકેની જવાબદારી સોપાઈ છે.
...તો વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી
શિક્ષણ બોર્ડે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈને આવશે નહીં. આ સિવાય કોઈ પણ કોપી કેસ કરવાનો પ્રયાસ કરશે નહીં, કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડાશે તો તે વિદ્યાર્થી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે
ADVERTISEMENT
રિપોર્ટઃ દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT
ADVERTISEMENT