દાંતીવાડા ડેમમાં શિકારીની ક્રૂર માનસિકતાનો વિડિઓ વાયરલ, શિકારની કબૂલાત બાદ ફોરેસ્ટ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ધનેશ પરમાર, બનાસકાંઠા: દાંતીવાડા ડેમ વિસ્તાર પર બોટિંગ કોન્ટ્રાકટર માં કામ કરતા પરપ્રાંતીયો બિન્દાસ રક્ષિત અબોલ જીવોનો રોજ શિકાર કરી માંસાહાર કરે છે. આ વાત…
ADVERTISEMENT
ધનેશ પરમાર, બનાસકાંઠા: દાંતીવાડા ડેમ વિસ્તાર પર બોટિંગ કોન્ટ્રાકટર માં કામ કરતા પરપ્રાંતીયો બિન્દાસ રક્ષિત અબોલ જીવોનો રોજ શિકાર કરી માંસાહાર કરે છે. આ વાત નો પુરાવો અહી મચ્છીમારી કોન્ટ્રાક્ટમાં કામ કરતા,એક પરપ્રાંતીય વ્યક્તિએ કરેલ છે. જેનો વીડિયો હવે વાઇરલ થતાં હડકંપ મચેલ છે. જોકે વિડીયો વાયરલ થતાં વનતંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
રક્ષિત અબોલ જીવોનો રોજ શિકારની ઘટના પરથી ત્યારે પડદો ઉઠ્યો જ્યારે દાંતીવાડા ડેમમાં માછીમારીનો ઈજારો ધરાવતા કોન્ટ્રાકટરનાં પેટા કોન્ટ્રાક્ટમાં બોટ પર કામ કરતા એક પરપ્રાંતીયનો શિકાર કરતો વીડિયો વાઇરલ થયો હતો.આ વીડિયોમાં માછીમારીના બહાને પક્ષીઓના શિકાર કરતા ઇસમની ગુનાહિત કબૂલાત તે ખુદ કરી રહ્યો છે. અને કહી રહ્યો છે કે તે દુર્લભ પક્ષીઓ, બતક જેવા પક્ષીઓને મારી અને તેનો માંસાહાર કરે છે.
શું છે વાયરલ વિડીયોમાં?
આ શિકારી પોતાની બોટમાંથી તાજા દુર્લભ યાયાવર પક્ષીને શિકાર ઇરાદે ઘાયલ કરી પોતાની બોટમાં લઈ જતો હોય છે. આ શિકારી ઘાયલ પક્ષીને પણ દેખાડે છે. અને કબૂલે છે કે આ પક્ષીઓને પહેલા દોડાવી થકવી દે છે અને પછી તેનો શિકાર કરવામાં આવે છે. આમ આ શિકારીની ક્રૂરતાપૂર્વકની અમાનવીય કબૂલાત સ્પષ્ટ કરે છે કે દાંતીવાડા પંથકમાં અબોલ જીવ તેમજ પક્ષીઓ સલામત નથી. કેમકે ખુદ ગુનેગાર પોતાનો ગુનો કબૂલી જાણે તંત્રને ચેલેન્જ કરી રહ્યો છે.

વિડિયો વાઇરલ થતાં વનતંત્ર આવ્યું હરકતમાં
દાંતીવાડા ડેમ વિસ્તારમાં આવેલ દુર્લભ પક્ષીઓની માંસાહાર માટે થતી હત્યાનો વિડિઓ વાઇરલ થતા ,મોડે મોડે વનવિભાગ હરકતમાં આવેલ છે. દાંતીવાડા વનવિભાગના રેન્જર મુકેશભાઈ માળીએ જણાવ્યું કે આ મામલે વીડિયો વાઇરલ થયા બાદ અમોએ આ વીડિયોની ખરાઈ કરવા માટે તપાસ શરૂકરી દીધી છે. દાંતીવાડા ડેમ વિસ્તારમાં માછીમારી કરતા ઇજારદાર તેમજ અન્યો ની ટીમ ,તેમજ બોટની પણ તપાસ થશે. કેમકે પક્ષીઓ વનવિભાગના પ્રવતમાન કાયદા મુજબ,સજાપાત્ર ગુનાહિત કૃત્ય છે.
માછીમારી ટીમ મેનેજરે કર્યો આ ખુલાસો.
જ્યારે બીજી તરફ માછીમારી ઇજારદારનાં મેનેજરે ઈલિયાસ સૈયદે જણાવેલ કે ” અમારી ટીમ માછીમારી ના ટેન્ડર મુજબનો ઈજારો ધરાવે છે. જેમાં કોઈ ચોકીદાર કે અન્ય ઈસમ આવું કૃત્ય કરતાં પકડાયો હસે,અથવા કૃત્ય કરસે તો સરકારમાં અમો જાતે જાહેરાત કરી,તેની વિરૂદ્ધ ફરિયાદ કરીશું.
જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી
બીજી તરફ દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા ઈસમો હવે ડેમ આવતા દુર્લભ પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી ઉઠી છે.
બીજી તરફ દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા ઈસમો હવે ડેમ આવતા દુર્લભ પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી ઉઠી છે.
દાંતીવાડા ડેમમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં યાયાવર તેમજ અન્ય વિદેશી પક્ષીઓ ઠંડી થી બચવા અને ખોરાકની શોધમાં ગુજરાતના અનેક જળસ્ત્રોત વિસ્તારમાં આવી પહોંચતા હોય છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર કરવા માછીમારી કરતી ટોળકી સક્રિય બની છે. આ શિકારી ટોળકી ડેમમાં પક્ષીઓનો નિત્ય શિકાર કરે છે. જે વાઇરલ વીડિયોમાં શિકારીની કબૂલાત થી છતું થાય છે.
તાત્કાલિક કાર્યવાહી કરવા ઉઠી માંગ
અહી માછીમારીમાં કામ કરતા હિન્દી ભાષી માછીમારી દરમ્યાન હિમાલય,પંજાબ,રાજસ્થાન,હરિયાણા સહિતના વિસ્તારમાંથી આવતા અલગ જાતિના પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ ગુનાહિત વીડિયો વાઇરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ છે. અને આ રીતે ક્રૂરતાપૂર્વક પક્ષીઓના શિકાર કરનાર શિકારીઓ વિરૂદ્ધ વનવિભાગ તથા વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.