વડોદરા: ચોરીની શંકાએ સાળા-બનેવીનું અપહરણ કરી થર્ડ ડિગ્રી ટોર્ચર, પરાણે મરચા ખબડાવતા બનેવીનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: શહેરમાં સાળા-બનેવી પર ચોરીની શંકાએ અપહરણ કરીને ટોર્ચર કરાતા બનેવીનું મોત થઈ ગયું, જ્યારે સાળાએ અપહરણકારોના ચુંગાલમાંથી છૂટ્યા બાદ પોલીસને જાણ કરી હતી. ત્યારે મૃતક યુવકના પરિજનો અને સમાજ દ્વારા પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને હત્યારાઓને ફાંસીની સજાની માગણી કરી છે. મૃતક યુવકના સમર્થનમાં સતત લોકો પોલીસ સ્ટેશને એકઠા થતા હવે ત્યાં બહાર જ રસોડું શરૂ કરવું પડ્યું છે. બીજી તરફ પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે.

શું હતો મામલો?
વડોદરા ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ભંગારની દુકાન ધરાવતા સાળા-બનેવીએ 24મી ફેબ્રુઆરીએ એક ટ્રકની બેટરી વેચવા એક વ્યક્તિ આવ્યો હતો. બાદમાં પાછળ જ એક ફોર્ચ્યુનર કાર આવી અને ચાર જેટલા ભરવાડ ઈસમો બંને સાળા-બનેવી ચોરીની બેટરી રાખતા હોવાનો આરોપ લગાવી આજવા-નિમેટા રોડ પરના ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. અહીં લઈ જઈને આરોપીઓએ બંનેને પાઈપો વડે મારવાનું શરૂ કરી દીધું અને ચોરીની બેટરી રાખતા હોવાની કબૂલાત કરવા દબાણ કરી રહ્યા હતા. દરમિયાન બંનેને માર મારીને લવિંગયા મરચા ખબડાવ્યા હતા, જેથી રાજુનાથને મોઢા અને ગળામાં બળતરા થઈ રહી હતી, બાદમાં પાણી માગતા આરોપીઓએ તે પણ નહોતું આપ્યું. જેથી રાજુનાથ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: રેલવેના ઈતિહાસમાં પહેલીવાર: સુરતમાં એકસાથે 5 લાંચિયા TC પકડાયા, મહિનાની કમાણી જ લાખોમાં

ADVERTISEMENT

હાલોલથી મળ્યો બનેવીનો મૃતદેહ
જે બાદ ગભરાઈ ગયેલા અપહરણ કારોએ બંનેને અલગ અલગ ગાડીમાં બેસાડીને શહેરમાં જ ફેરવ્યા અને પછી કૈલાશનાથને વાપી લઈ જઈને ઉતારી દીધો હતો. જ્યાંથી પાછા આવતા તેણે બનેવીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસીને તપાસમાં હાલોલ પાસેથી રાજુનાથનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે રાજુ ભરવાડ અને બેચર ભરવાડ નામના બે યુવકો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે તથા FSLની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પરિવારજનો દ્વારા આરોપીઓની ધરપકડ કરીને ફાંસીની સજા કરવાની માગણી કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT