Vadodara: 'મારી દીકરીઓનું અપહરણ થયું છે', પિતાએ જાણ કરતા જ પોલીસ આવી એક્શનમાં, ગણતરીની કલાકોમાં જ બંનેને શોધી કાઢી
Vadodara News: વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે, શહેરમાંથી અપહરણ કરાયેલી મુંબઈની બે બહેનોને ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી ગણતરીની કલાકોમાં મહીસાગર જિલ્લામાંથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
વડોદરામાંથી બે બહેનોનું અપહરણ
જાણ થતાં પોલીસની ટીમ થઈ દોડતી
મહીસાગર જિલ્લામાંથી શોધી કાઢી
Vadodara News: વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે, શહેરમાંથી અપહરણ કરાયેલી બે બહેનોને ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી ગણતરીની કલાકોમાં મહીસાગર જિલ્લામાંથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે.
મુંબઈની સગી બહેનોનું વડોદરાથી અપહરણ
મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈની બે સગી બહેનોનું વડોદરાથી અપહરણ કરવામાં આવ્યું હોવાની જાણ દીકરીના પિતાએ ગત રાત્રે જ 100 નંબર પર ફોન કરીને જાણ કરતાની સાથે જ વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બંને દીકરીઓને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
વધુ વાંચો...બોલો લ્યો! વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ PSI અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં મળી આવ્યું હતું લોકેશન
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજથી પોલીસ એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસ કરતા બંને બહેનોનું લોકેશન મહીસાગર જિલ્લામાં મળી આવ્યું હતું. જેથી વડોદરા પોલીસ દ્વારા મહીસાગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો...ઘરે બેઠા કામ કરવાની ઓફર આવે તો ચેતજો, વડોદરાના વેપારીએ ગુમાવ્યા 82.72 લાખ રૂપિયા
ADVERTISEMENT
કારંટા ગામમાંથી મળી આવી બંને બહેનો
મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમિયાન બંને બહેનો મહીસાગરના કારંટા ગામમાંથી મળી આવી હતી. જે બાદ મહીસાગર પોલીસ દ્વારા બંને બહેનોને સહીસલામત પરિવાર પાસે પહોંચાડી હતી. તો આ બંને બહેનોનું કોણે અપહરણ કર્યું હતું, શા માટે અપહરણ કરવામાં આવ્યું હતું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ મહીસાગર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT