BREAKING: અરવલ્લીમાં ગામના જમાઈના બેસણામાં જતા સમયે આઈસર પલટી, 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/ અરવલ્લી: અરવલ્લીના શામળજીથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શામળાજીના વસાયા પાસે આઈસર પલટી જતા 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે શામળાજી કોટેજ ખસેડવામાં આવ્યા છે. જાણકારી મુજબ, તમામ લોકો વસાયાથી બ્રહ્મપુરી બેસણામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન આઈસરને અકસ્માત નડ્યો હતો અને તે પલટી ખાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રી જેમ આ મહિલા જાદુગર લોકોના મનની વાત જાણી લે છે, અમદાવાદમાં કર્યો હતો પહેલો મેજિક શો

ગામના જમાઈનું અવસાન થતા તમામ બેસણામાં જતા હતા
આ વિશે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈ ડામોર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગામના જમાઈનું અવસાન થતા પરિવારના લોકો અને ગામના લોકો એક આઈસરમાં વસાયાથી બ્રહ્મપુરી બેસણામાં જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ઢાળ આવતા આઈસર નીચે ઉતરતા સમયે બેલેન્સ ગુમાવી દીધું અને પલટી મારી ગઈ. જેમાં અંદર 50થી વધુ લોકો હતા જે એકબીજા ઉપર પડવાના કારણે દબાઈ જતા લોકોને હાથ અને પગ તથા કમરમાં ફ્રેક્ચર થયા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતની વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારનું અમદાવાદમાં ચાલતું જુગારધામ ઝડપાયું

ADVERTISEMENT

શામળાજી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા
હાલમાં તો તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હોય તેવા દર્દીઓને આગળ રેફર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT