ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: રાજ્યભરમાં વ્યાજખોરોને ડામવા પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજી અને વ્યાજખોરો મામલે રજૂઆત સાંભળવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે યોજાયેલ લોક દરબારમાં  ડીએસપી ની હાજરીમા અરજદારે કહ્યુ કે લોન આપતાં રાજસ્થાનના સાહેબો ગુજરાતની મહિલાઓના ઘરે જઇને ધમકીઓ આપે છે અને લોનનાં ભરી શકતા હોય તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે.

અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દર્શન કરવા આવે છે.અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અંબાજી ખાતે છેલ્લાં કેટલાક સમયથી કેટલાક તત્ત્વો દ્વારા વ્યાજચક્ર ઊંચું વસુલી તગડી કમાણી કરવામાં આવે છે. ત્યારે  અંબાજી ખાતે યોજાયેલા લોક દરબારમાં જિલ્લા પોલીસવડાની હાજરીમા લોકોએ વ્યાજ લેતા લોકોની પોલ ખોલી નાંખતા મામલો ઉગ્ર બન્યો હતો.

નાણાં ન ભરતાં આપે છે ધમકી 
અંબાજીમાં પોલીસના યોજાયેલા લોક દરબારમાં અંબાજીના  નાગરિક બલ્લુ રાજપુતે જણાવ્યું હતું કે અંબાજી ખાતે વ્યાજનું ચક્ર જો સૌથી મોટું ચાલતું હોય તો તે આબુરોડની લોનોનું ચાલે છે. આબુરોડનાં બેન્કોનાં સાહેબો અને એજન્ટો અંબાજી ખાતે   લોકોને લોન આપવામાં આવે છે. ત્યારે તેઓ નાણા ન ભરતા લોકોનાં ઘરે જઇને મહિલાઓને ધમકીઓ આપે છે. અમુક મહિલાને તો એવું સાહેબો કહે છે કે, રૂપિયા ન ભરી શકતા હોઈ તો સાહેબ જોડે માઉન્ટ આબુ આવવું પડશે.
લોનમાં પણ કૌભાંડ
આબુરોડની લોનોમા મોટું કૌભાંડ ચાલે છે અને 30 હજારની લોન સામે 3000 હજાર એટીએમ થી ઉપાડી લે છે અને 27000 હજાર આપે છે. અને દર બુધવારે હપ્તો લઈને ઊંચું વ્યાજ વસુલી રહ્યાં છે. આમ આ લોક દરબારમાં જિલ્લા પોલીસવડાની હાજરીમા અનેક લોકોએ રજુઆત કરી હતી.
કાયદેસરની કાર્યવાહી કરાશે
આ લોક દરબારમાં રજૂઆતો સાંભળી જીલ્લા પોલીસ વડાએ આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી અને જીલ્લા પોલીસ વડાએ વધુમાં એ પણ જણાવ્યુ હતુ કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને જે લોકોની આવી સમસ્યા કે પ્રશ્નો છે તે લોકોની ફરીયાદો નોંધવામાં આવશે અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT