DRI નો સપાટો, ચીનથી આવતો રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટનો જથ્થો કર્યો જપ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં DRI એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. એક બાદ એક રેડ કરી અને દાણચોરી પકડી રહી છે.  ત્યારે  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની કિંમતની જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી.

ડીઆરઆઈના અધિકારીઓને બાતમી મળી હતી કે, ચીનમાંથી આયાત થતા માલસામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવે છે. અને તેમાં હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડેડ માલ હોવાની શક્યતા છે. માલસામાનને દરિયાઈ માર્ગ દ્વારા ક્લિયર કરવાની માંગ કરવામાં આવી રહી હતી.  આ દરમિયાન  6 શંકાસ્પદ કન્ટેનરની ચેક કરવામાં આય હતા. તપાસ દરમિયાન, ડીઆરઆઈએ એપલ કંપનીના 33138 પીસ એરપોડ્સ/બેટરી 4800 ઈ-સિગારેટ, 7.11 લાખ નંગ મોબાઈલ/ઈલેક્ટ્રોનિક સામાન/એસેસરીઝ (મોબાઈલ બેટરી/વાયરલેસ કીટ, લેપટોપ બેટરી વગેરે), 29077 પીસ બ્રાન્ડેડ બેગ,  શૂઝ અને કોસ્મેટિક આઈટમ, 53385 પીસ બ્રાન્ડેડ ઘડિયાળો, 58927 પીસ ઓટોમોબાઈલ પાર્ટ્સ (મડગાર્ડ, એલઈડી લેમ્પ વગેરે) આયાત માલમાં છુપાવવામાં આવ્યા હતા.

 80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખોટી રીતે જાહેર કરેલ દાણચોરી કરેલ માલની કિંમત અંદાજિત રૂ. રૂ.1.5 કરોડના જાહેર કરેલ મૂલ્ય સામે 80 કરોડ. તદનુસાર, આ માલ ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

બે લોકોની કરવામાં આવી અટકાયત
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આયાતકારો રજિસ્ટર્ડ કરવામાં આવેલી જગ્યા પર કોઈજ વસ્તુ જ નથી. આ પહેલા પણ  આવા માલની દાણચોરી કરવા માટે વિવિધ ડમી આયાતકારોનો ઉપયોગ કરતી હતી. આ મામલે બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આગળની વધુ તપાસ ચાલુ છે.

ચાલુ વર્ષે 134 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત 
ડીઆરઆઈએ તાજેતરના સમયમાં દેશમાં દાણચોરી કરતા રમકડાં, કોસ્મેટિક આઈટમ, મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક સામાન અને તેની એસેસરીઝની સંખ્યાબંધ જપ્તી કરી છે. તાજેતરમાં જપ્ત કરાયેલા રૂ. 64 કરોડના ચાઇનીઝ રમકડા અને રૂ. 74 કરોડની કિંમતની કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ડીઆરઆઈએ આ નાણાકીય વર્ષમાં 134 કરોડની કિંમતની ઈ-સિગારેટ અને વિદેશી બ્રાન્ડની સિગારેટ પણ જપ્ત કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT