આ તારીખે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, પંચાંગ ગણતરી બાદ નક્કી કરવામાં આવી તારીખ
નવી દિલ્હી: વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ખુલશે. ગુરુવારે, વસંત પંચમીના શુભ અવસર પર ટિહરીના નરેન્દ્ર નગરના રાજમહેલમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સવારે 7.10 વાગ્યે ખુલશે. ગુરુવારે, વસંત પંચમીના શુભ અવસર પર ટિહરીના નરેન્દ્ર નગરના રાજમહેલમાં ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. ફંક્શનમાં પંચાંગ ગણતરી બાદ નિયમો સાથે દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
દેશ ભરના ભક્તોની નજર ચારઢાં યાત્રા પર હોય છે. ત્યારે હવે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 27 એપ્રિલના રોજ કપાટ ખોલવામાં આવશે. સાથે જ 12 એપ્રિલે ગડુ ગઢડાની તેલ કલશ યાત્રા કાઢવામાં આવશે. ટિહરીના નરેન્દ્ર નગરના રાજમહેલમાં ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ટિહરીના રાજપરિવારની સાથે બદરી-કેદાર મંદિર સમિતિના અધિકારીઓ, દિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયત અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
2022ની યાત્રામાં 46 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચ્યા હતા
2022 માં, કોરોના સમયગાળાના બે વર્ષ પછી, પ્રતિબંધ વિના નીકળેલી ચારધામ યાત્રાએ ગયા વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ વખત 46 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી હતી. 19મી નવેમ્બરે બદ્રીનાથ ધામના દરવાજા બંધ થતાં ચારધામ યાત્રાનું સમાપન થયું હતું.
ADVERTISEMENT
નાટૂ-નાટૂ ના કંપોઝર કીરવાની, રવિના ટંડનને પદ્મ શ્રી પુરસ્કાર
17 લાખ થી વધુ શ્રદ્ધાળુએ ગયા વર્ષે લીધી મુલાકાત
ગયા વર્ષે 17, 60,646 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તે જ સમયે, 624451 શ્રદ્ધાળુઓ રેકોર્ડ સંખ્યામાં ગંગોત્રી ધામ પહોંચ્યા હતા જ્યારે 4,85,635 શ્રદ્ધાળુઓ દર્શન માટે યમુનોત્રી ધામ પહોંચ્યા હતા. કેદારનાથ યાત્રામાં રેકોર્ડ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જ્યારે યાત્રાએ 211 કરોડનો બિઝનેસ કર્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT