સુરતમાં ઓડી લઈને જતા લેડી ડોક્ટરે એક્ટિવા ચાલક મહિલાને ઉડાવી દીધી, પોતે કારમાં બેભાન થઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં એક જ દિવસમાં અકસ્માતની વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. અડાજણમાં LP સવાણી રોડ પર ઓડી કાર ચાલકે એક મહિલાને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઓડી ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે કાર માલિકની તપાસ આદરી હતી. ત્યારે પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ લેડી ડોક્ટર હોવાનું ખૂલ્યું હતું. ડો. નીલા પાનસુરીયા હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને કાર ચલાવતા બેભાઈ થઈ ગયા હોવાથી અકસ્માત થયો હોવાનો દાવો કર્યો હતો.

મહિલા બાળકને સ્કૂલે મૂકી ઘરે જતા હતા
વિગતો મુજબ, સુરતના એલ.પી સવાણી રોડ પર વહેલી સવારે બાળકને સ્કૂલને મૂકીને ટુ-વ્હીલર લઈને જતા મહિલા નીચે પડી જતા પાછળથી આવતી ઓડી કાર ફરી વળતા મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ ભેગા થઈને મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેનું મોત થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા કાર લેડી ડોક્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જનારા મહિલા ડોક્ટર બેભાન થતા હોસ્પિટલમાં
બીજી તરફ લેડી ડોક્ટર કારમાં બેભાન થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. ડો. નીલા ફીટનેસ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેમની જ્યાં સારવાર થઈ રહી છે ત્યાં પોલીસ ગોઠવવામાં આવી છે અને સારવાર બાદ તેમની ધરપરડ કરવામાં આવશે. પોલીસે ઓડી કાર જપ્ત કરી લીધી છે અને મહિલા ડોક્ટર ખરેખર બેભાન થઈ ગયા હતા કે કેમ તે મામલે પોલીસ વધુ તપાસ કરવા આસપાસના સીસીટીવી મેળવવા કવાયત હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT