ગરબા રમતી મહિલાઓ પર થયો પથ્થરમારો, 200થી વધુ લોકોના ટોળાએ કરી તોડફોડ

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ ખેડાઃ ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીનો તહેવાર જોરશોરથી ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં ઉઢેલા ગામમાં અષ્ટમીની રાત્રે સંરપંચ પોતાની માનતા પૂરી કરવા માટે ગરબા રમી રહ્યા હતા. ત્યારે અચાનક અન્ય સમુદાયના લોકોએ ગરબા બંધ કરવા કહી ગરબા રમતી મહિલાઓ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જોકે મામલો થાળે પાડવા માટે પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીધી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અન્ય સમુદાયના 200થી વધુ લોકોના ટોળાએ આવીને પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારો કરનારા સામે કડક પગલા ભરાશે
ઉલ્લેખનીય છે કે ઉઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન અન્ય કોઈ દિવસે ગરબા નથી થતા. માત્ર અહીં અષ્ટમીના દિવસે જ ગરબાનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિકો આ દિવસે પોતાની માનતા પૂરી કરવા માટે ગરબા કરતા નજરે પડે છે. નોંધનીય છે કે ઉઢેલા ગામમાં ચાર રસ્તા પાસે માતાજીનું મંદિર અને મસ્જિદ પાસ પાસે જ આવ્યા છે. તેવામાં હવે આ પથ્થરમારાની ઘટનાના પગલે પોલીસે આગળ તપાસ શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

સરપંચ માનતા પૂરી કરવા ગરબે ઘૂમ્યા
સ્થાનિક લોકોએ કહ્યું કે સરપંચે માનતા રાખી હતી કે તેઓ જીતશે તો પાંચ રાઉન્ડ ગરબા કરશે. જોકે આ દરમિયાન પ્રિપ્લાન ષડયંત્ર કહી શકાય એમ સરપંચ જેવા ગરબે ઘૂમ્યા કે ગણતરીની મિનિટોમાં અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા તો અન્ય સમુદાયના લોકોએ અહીં ગરબા ન રમવા તથા ડીજેના સાઉન્ડને બંધ રાખવા ટકોર કરી હતી. તેના સામે લોકોએ કહ્યું કે અમે કેમ ગરબા ન રમીએ. બસ આ દરમિયાન વાતચીત થઈ તેમાં અન્ય સમુદાયના લોકોના એક જૂથે પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.

ADVERTISEMENT

પોલીસે તપાસ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોની સંડોવણી છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિકોએ પણ આ દરમિયાન સંપૂર્ણ ઘટના વિગતવાર જણાવી હતી. જેની ટાઈમલાઈનના આધારે પોલીસ આરોપીઓની ધરપકડ કરી કડક પગલાં ભરશે. વળી બીજી બાજુ અત્યારે ગામડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું છે અને આગળ આવી ઘટના ન બને એનું પણ ધ્યાન રાખવા પોલીસની ટીમ સતર્ક છે.

ગામના સરપંચ ઇન્દ્રવદન પટેલે જણાવ્યું હતું કે, “મેં ચૂંટણી જીતવા માટે માતાના ગરબાના ઉત્સવનું વ્રત કર્યું હતું. જેમાં અન્ય સમુદાયના લોકોને જાણ થઈ કે હિન્દુ લોકો આ ગરબાનું આયોજન કરી રહ્યા છે એની જાણ થતા સ્થાનિકોએ પોલીસને સતર્ક કરી હતી. એટલુ જ નહીં લોકોએ તહેસીલદાર પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શન પણ માંગ્યું હતું કે અન્ય સમુદાયના લોકો કઈપણ કરી શકે છે.

ADVERTISEMENT

છેલ્લા 3 દિવસથી કેટલાક શખસો ગરબાના આયોજન સામે ષડયંત્ર કરી રહ્યા હતા. સ્થાનિકોના કહેવા પ્રમાણે અન્ય સમુદાયને એમ લાગ્યું કે જો અહીં સફળતા પૂર્વક ગરબા રમાઈ ગયા તો હિન્દુઓનું વર્ચસ્વ વધી જશે. તેથી જ પોલીસને આ અંગે જાણ કરાઈ હતી અને પોલીસ પણ અહીં પહોંચી ગઈ હતી. પરંતુ અન્ય સમુદાયના 200થી 300 લોકો આવ્યા અને ગરબા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, નવરાત્રિની શરૂઆતથી જ ગરબામાં હંગામો, મારપીટ કે પથ્થરમારાની ઘટનાઓ મોટાભાગે બનતી હોય છે, જેના કારણે એકતા ખંડિત થઈ રહી છે. આજે માતરમાં બનેલી આ ઘટના પણ નવરાત્રીના તહેવાર દરમિયાન બની છે. જેના કારણે ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું. પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં જે પણ દોષિત છે તેની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT