Rajkot પોલીસનો સપાટો, જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પકડવા મામલે 3 પોલીસકર્મી સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

 રાજકોટ: જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી મોટા પાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી.  17 નવેમ્બર, 2022ના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂની દરોડો પાડીને રૂ.41.130 નો મુદ્દામાલ કબજે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસ થતા જેતપુરના બુટલેગરના ફોનમાંથી પોલીસમેનની કોલ ડિટેઇલ નીકળી હતી. જે મામલે એસપીએ  જેતપુર સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દીધા છે.

જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી મોટા પાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી. જેમાં તપાસ થતા જેતપુરના બુટલેગરના ફોનમાંથી પોલીસમેનની કોલ ડિટેઇલ નીકળી હતી. જે મામલે એસપીએ 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડને સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક પોલીસની મીઠી નજર તળે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવાગઢ ગઢની રાંગ પાસે ભાદર કાંઠે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીમાંથી 375 લીટર દેશી દારૂ અને 4190 લીટર આથો કબ્જે કરેલ હતો.

પોલીસકર્મી હતા બુટલેગરના સંપર્કમાં 
બુટલેગર પકડાતા તેની કોલ ડિટેઇલ્સ ચેક કરતા સ્થાનિક પોલીસના પોલીસ કર્મીના સંપર્કમાં બુટલેગર હોવાનું જણાતા એસપીએ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, નિલેશ મકવાણાં અને જગદીશ ઘૂઘલને સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે પોલીસ બેડમાં સન્નાટો વ્યાપી ગયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:  દારુના જથ્થા પર બુલડોઝર કાર્યાવાહી, જાણો જામનગરમાં કેટલા દારુનો નાશ કરાયો ?

ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ અને 1 અન્ય પોલીસ કર્મી સસ્પેન્ડ
જેતપુર વિસ્તારમાં પડેલા દારૂના દરોડા મામલે જવાબદારીમાં આવતા ડી સ્ટફના બે કોન્સ્ટેબલ નિલેશ મકવાણા, ઘનુભા જાડેજા તેમજ જગદીશ ઘુઘલને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT