અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ-હત્યા કેસ, મર્ડર કરીને બહાર આવતા પતિને જોનારા ગાર્ડે શું ખુલાસો કર્યો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિએ પત્નીની ગળું કાપીને ઘાતકી હત્યા કર્યાનો બનાવ બન્યો છે. દંપતિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી અને એકબીજા પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. જે બાદ ઘરમાં આગ લાગતા આખો મામલો સામે આવ્યો હતો. સવારે બાળકો સ્કૂલે ગયા બાદ દંપતિમાં કોઈ કારણથી ઝઘડો થયો હતો અને જે બાદ આ સમગ્ર મર્ડરનો બનાવ બન્યો.

આગ લાગ્યાની જાણ થતા ગાર્ડ સૌથી પહેલા દોડીને ઉપર ગયા
આ ઘટનાના ફર્સ્ટ પર્સન એવા ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગાર્ડ જીગ્નેશ ડામોરે જણાવ્યું કે, ગેટ પરથી સિક્યોરિટીને V બ્લોકમાં ચોથા માળે આગ લાગ્યાની જાણ કરાઈ હતી. જેથી હું અન્ય ગાર્ડ સાથે તાત્કાલિક ઉપર ગયા. ત્યાં જોયું તો 405 નંબરમાં રહેતા અનિલભાઈ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા અને તેમના પત્ની અંદર હતા. બંને ઈજાગ્રસ્ત હાલતમાં હતા અને તેમને નીચે લાવવામાં આવ્યા.

આ પણ વાંચો: લ્યો બોલો, દારૂની હેરાફેરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, દારૂબંધી સામે ફરી ઉઠયા સવાલ

ADVERTISEMENT

ફાયરબ્રિગેડ આવતા પતિ-પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા
ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ગ્રાઉન્ડ ફ્લોર પર પતિ-પત્ની એકબીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યા હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સ્થાનિકોના મતે ઘરકંકાસના પગલે સમગ્ર બનાવ બન્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: બનાસકાંઠાનો પ્રથમ કિસ્સો, પોલીસના લોક દરબારમાં મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

ADVERTISEMENT

દંપતિના સંતાનો સ્કૂલમાં હતા
બીજી તરફ આરોપી પતિ અનિલ બઘેલ અને તેની પત્ની અનિતા બઘેલ ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં રહેતા હતા. તેમને એક દીકરો છે તે ધોરણ 8માં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી ધોરણ 6માં અભ્યાસ કરે છે. બંને બાળકો સવારે સ્કૂલે અભ્યાસ કરવા ગયા હતા. હાલમાં તો પોલીસ દ્વારા પતિ-પત્ની વચ્ચે શું થયું હતું જેના કારણે આ લોહિયાળ ખેલ ખેલાયો તથા આગ કેવી રીતે લાગી તે બાબતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT