Multibagger Stock: રેલવેના આ શેરમાં તોફાની તેજી! આજે 10%નો ઉછાળો…5 દિવસમાં જ રોકાણકારો માલામાલ
Multibagger Stock: શેર બજાર (Stock Market)માં શનિવાર અને રવિવારે રજા હોય છે. માત્ર સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લું રહે છે, પરંતુ ઈતિહાસમાં પહેલીવાર…
ADVERTISEMENT
Multibagger Stock: શેર બજાર (Stock Market)માં શનિવાર અને રવિવારે રજા હોય છે. માત્ર સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લું રહે છે, પરંતુ ઈતિહાસમાં પહેલીવાર આજે શનિવારે ટ્રેડિંગ ચાલું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઇન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે આ ખાસ સેશન રાખ્યું છે. એવામાં આજે રેલવેના કેટલાક શેર (share)એ ઘણી કમાણી કરાવી છે. IRFC અને IRCTCના શેર સિવાય અન્ય એક રેલવે સેક્ટરની કંપનીનો શેર ફૂલ સ્પીડમાં ભાગી રહ્યો છે. આ શેરે રોકાણકારોને પાંચ જ દિવસમાં માલામાલ બનાવી દીધા છે. એક મહિનામાં આ શેર 87 ટકા સુધી રિર્ટન આપી ચૂક્યો છે. હવે આ શેર 320 રૂપિયા પર પહોંચી ગયો છે.
પાંચ દિવસમાં 56 ટકાની લગાવી છલાંગ
રેલવેનો આ શેર રેલવે વિકાસ નિગમ (RVNL) છે, જેણે એક વર્ષ દરમિયાન ગજબનું રિટર્ન આપ્યું છે. RVNLનો શેર શુક્રવારે 20 ટકાના વધારા સાથે રૂ.292.30 પર બંધ થયો હતો, જ્યારે શનિવારે તે 10 ટકા વધીને રૂ.320 પર પહોંચ્યો છે. આ શેર પાંચ દિવસમાં 56 ટકાની છલાંગ લગાવી ચૂક્યો છે. જો એક મહિનાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન રેલ વિકાસ નિગમના શેરે 87 ટકા વળતર આપ્યું છે.
એક સમયે 19 રૂપિયા હતી શેરની કિંમત
5 વર્ષ પહેલા એપ્રિલ 2019માં રેલ વિકાસ નિગમ (RVNL Share Price)ના શેરનો ભાવ 19.75 રૂપિયા હતો, પરંતુ આજે આ શેર 320 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ શેરે 1500 ટકાથી વધુ રિર્ટન આપ્યું છે. આવી સ્થિતિમાં જો આ સમયગાળા દરમિયાન કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેમના 1 લાખ રૂપિયાના આજે 16 લાખ રૂપિયા થઈ ગયા હોત.
1 વર્ષમાં આપ્યું આટલું રિટર્ન
રેલ વિકાસ નિગમ લિમિટેડ (Rail Vikas Nigam Ltd)નો શેર એક વર્ષ પહેલા એટલે કે 20 જાન્યુઆરીએ 76 રૂપિયાનો હતો, જે હવે 320 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે એક વર્ષમાં લગભગ 4 ગણું રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ શેર 317% વધ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT