84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી ટ્રેન, રેલવેમાં મચ્યો ખળભળાટ; અપાયા તપાસના આદેશ

ADVERTISEMENT

 Train Started Running without Driver
ડ્રાઈવર ચા પીવા ઉતર્યોને અચાનક દોડવા લાગી ટ્રેન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માલગાડી અચાનક પઠાણકોટ તરફ આગળ વધવા લાગી

point

ડ્રાઈવર વગર ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી

point

આ ઘટનાથી રેલવેના અધિકારીઓમાં હડકંપ મચી ગયો

Train Started Running without Driver:  જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆ રેલવે સ્ટેશન (Kathua Railway Station) પર ઉભી રહેલી એક માલગાડી અચાનક પઠાણકોટ તરફ આગળ વધી. આ ટ્રેન ઢાળના કારણે ડ્રાઈવર વગર ચાલવા લાગી હતી, જે બાદ ડ્રાઈવર વગર ટ્રેન લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી. આ ઘટનાથી રેલવેના અધિકારીઓમાં હડકંપ મચી ગયો.

ઘણા પ્રયાસો બાદ ટ્રેનને રોકવામાં આવી

જે બાદ ઘણા પ્રયાસો પછી ટ્રેનને પંજાબના મુકેરિયાંમાં ઉંચી બસ્સી પાસે રોકવામાં આવી. જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરનું કહેવું છે કે 'આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.'

ચા પીવા માટે ગયો હતો ડ્રાઈવર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. જમ્મુના કઠુઓમાં ડ્રાઈવરે માલગાડી નંબર 14806Rને રોકી હતી. અહીં ડ્રાઈવર ટ્રેનમાંથી ઉતરીને ચા પીવા માટે ગયો હતો. આ દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપથી દોડવા લાગી.  

ADVERTISEMENT

વધુ વાંચો....Aravalli: '1થી 10 તારીખ સુધીમાં પૈસા આપી દેવાના, 11મીએ નહીં લઉં', વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ

ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા ખેંચી ન હતી હેન્ડબ્રેકઃ સૂત્રો

કઠુવા રેલવે સ્ટેશન નજીકના સૂત્રોનું કહેવું છે કે, માલગાડી કોંક્રીટ લઈને જઈ રહી હતી. આ કોંક્રીટ કઠુઆથી લોડ કરવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ હતું. આ દરમિયાન સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન ચાલુ થઈને આગળ વધવા લાગી હતી. સૂત્રોનું કહેવું છે કે ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા હેન્ડબ્રેક ખેંચી ન હતી.

ડ્રાઈવરના ઉડી ગયા હોશ

ત્યારબાદ જ્યારે ડ્રાઈવરે જોયું કે ટ્રેન આપમેળે ચાલવા લાગી છે તો તે જોઈને તેના હોશ ઉડી ગયા. ડ્રાઈવરે આ અંગેની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જે બાદ ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા પ્રયાસો નિષ્ફળ રહ્યા. ત્યારબાદ મુસાફર ટ્રેનોના ડ્રાઈવરો અને કર્મચારીઓએ દસૂબાની પાસે ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી લીધી. ત્યા સુધીમાં ટ્રેન 84 કિલોમીટર સુધી ચાલી ચૂકી હતી. 

ADVERTISEMENT

વધુ વાંચો....Amreli મોતિયા કાંડ મામલે એક્શન, ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટરોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ
 

રેવલેએ આ મામલે તપાસના આપ્યા આદેશ 

સદનસીબે આગળ ટ્રેક પર બીજી કોઈ ટ્રેન ન હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાત. આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કારણ જાણવા માટે ફિરોઝપુરથી એક ટીમ મોકલવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT