પાન મસાલાની એડ કરવીએ મારા જીવનની સૌથી મોટી ભૂલ, જાણો અક્ષય કુમારે કેમ કહ્યું આવું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેલાડી અક્ષય કુમારે  પણ જીવનમાં ભૂલો કરી છે. જેને તે ખુલ્લેઆમ સ્વીકાર પણ કરી છે. અક્ષય કુમારે પોતાના કરિયરમાં કરેલી  ભૂલો વિશે ખૂલીને વાત કરી છે. અક્ષય કુમારને પૂછવામાં આવેલા સવાલ ,  શું તમે તમારા જીવનમાં ક્યારેય એવી કોઈ ભૂલ કરી છે, જેને તમે મારી ભૂલ માનીને તેનો સ્વીકાર કર્યો હોય? ત્યારે અક્ષય કુમારે કહ્યું કે પાન મસાલાની એડ કરવીએ મારી સૌથી મોટી ભૂલ છે.

 

અક્ષય કુમારને પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આયાત કહ્યું કે,  હા મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં પણ સ્વીકારી લીધું હતું. જેમ કે મેં તે એલચી ની એડ કરી હતી. એ મારી ભૂલ હતી. મેં સ્વીકાર્યું. તે જ રાત્રે હું ઊંઘી શક્યો ન હતો. અને શાંતિ અનુભવી શકતો ન હતો, તેથી મેં લખ્યું. મારા દિલની વાત લખી હતી. મને લાગે છે કે દરેક વ્યક્તિ ભૂલ કરીને જ શીખે છે. તેથી હું શીખ્યો હતો. મેં લખ્યું ત્યારે મામલો થાળે પડ્યો.

ADVERTISEMENT

જાણો શું લખ્યું ટ્વિટમાં
અક્ષય કુમારે પોતાના ચાહકો સામે પોતાની ભૂલ સ્વીકારતા લખ્યું હતું કે, હું દિલગીર છું. હું તમારી, મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોની તમારી પ્રતિક્રિયાએ મને ઊંડી અસર કરી છે. જ્યારે હું તમાકુને સમર્થન આપતો નથી અને કરીશ પણ નહીં. હું વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણના મામલે  તમારી લાગણીઓનું સન્માન કરું છું. બધી નમ્રતા સાથે, હું પાછળ હટું છું. મેં એક યોગ્ય કારણ માટે આ એડ  ફીનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. બ્રાંડ મારા પર બંધનકર્તા કરારની કાનૂની અવધિ સુધી જાહેરાતો પ્રસારિત કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ હું મારી ભાવિ પસંદગીઓ કરવા માટે અત્યંત સચેત રહેવાનું વચન આપું છું. બદલામાં હું કાયમ તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માંગતો રહીશ.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT