રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ગેસ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટયા, જુઓ વીડિયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન વાવાઝોડાની સ્થિતિ વચ્ચે વધુ એક વખત ચર્ચામાં આવી છે. એક તરફ ગુજરાતમાં વાવાઝોડું લેન્ડફોલ કરી રહ્યું હતું.ત્યારે બીજી તરફ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઓક્‍સિજન પ્‍લાન્‍ટમાં ગેસ લીકેજ થતાં લોકોના જીવ તાળવે ચોટયા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. આ દરમિયાન ઓક્સિજન લિકેજને લઈ ચર્ચામાં આવી છે. હોસ્પિટલના પોસ્‍ટ મોર્ટમ રૂમના રસ્‍તે આવેલા ઓક્‍સિજન પ્‍લાન્‍ટ ખાતે મોડી રાત્રે વાવાઝોડાના ભય વચ્‍ચે ગેસ લિકેજ થતાં અને ગેસના ગોટેગોટા ઉડવામંડતા  નાસભાગ મચી ગઇ હતી.

મોટી દુર્ઘટના ટળી
પ્‍લાન્‍ટ નજીક જ બે વોર્ડ આવેલા આવેલા હતા. જેમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ત્યારે દર્દીઓ અને તેની સાથે રહેલલોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે આ ઘટનાની જાણ સિક્‍યુરીટી ટીમને જાણ થતાં તુરત ત્‍યાં પહોંચી ઓક્‍સિજન પ્‍લાન્‍ટના વાલ્‍વમેનને બોલાવી લિકેજ બંધ કરાવ્‍યું હતું. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. જોકે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આગને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ADVERTISEMENT

જુઓ વીડિયો

 

ADVERTISEMENT

16-17 જૂને ભારે વરસાદની ચેતવણી
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત પરથી પસાર તો થઈ ગયું છે અપરંતુ તેની અસર હજુ છે. ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં 16-17 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે 17 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આજુબાજુના ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT