જામનગરમાં માતૃત્વ લજવાયું, જી.જી હોસ્પિટલના ગેટ પર બાળકને જન્મ આપી માતાએ તરછોડી દીધું
દર્શન ઠક્કર/જામનગર: જામનગરમાં ફરી એકવાર માનવતા મરી પડી હોય તેમ માતૃત્વ લજવાયું છે. જન્મ આપી માસુમ બાળકને તેની માતાએ જ રસ્તા પર તરછોડ્યાનો બનાવ સામે…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/જામનગર: જામનગરમાં ફરી એકવાર માનવતા મરી પડી હોય તેમ માતૃત્વ લજવાયું છે. જન્મ આપી માસુમ બાળકને તેની માતાએ જ રસ્તા પર તરછોડ્યાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના અંધારામાં હોસ્પિટલના ગેટની બહાર જ મહિલાએ બાળકને જન્મ આપી ત્યાં તરછોડી દીધુ. મામલો સામે આવતા શહેરભરમાં આક્રોશ સાથે ફરાર માતા સામે ફિટકાર વરસી રહ્યો છે. જો કે પ્રશાસન દ્વારા ફરાર માતાને શોધી કાઢવા CCTV ફૂટેજ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હોસ્પિટલના ગેટ પાસે બાળકને નવજાત તરછોડાયું
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના ગેઇટ બાજુના એક PCO આવેલો છે. જ્યાં નજીક માસુમ બાળકને રસ્તા ઉપર જન્મ આપી નવજાતને ત્યજી માતા ફરાર થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રીના હોસ્પિટલ પાસે ચા-નાસ્તો કરવા આવતા એક યુવાનની તાજા જન્મેલા બાળક ઉપર નજર પડતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગને આ નવજાત બાળક હાલ તો સોંપવામાં આવ્યું છે. જ્યાં બાળકની સારવાર સહિત દેખરેખ થઈ રહી છે.
ADVERTISEMENT
પોલીસે સીસીટીવીમાં બે શંકાસ્પદ મહિલા જોઈ
જામનગર જી.જી.હોસ્પિટલ નજીક નવજાત માસૂમ બાળકને ત્યજી ફરાર થઇ ગયેલ માતાને શોધવા પોલીસ પ્રશાસન દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલામાં ટેક્નિકલ સાધનોની મદદ લેવામાં આવી છે. જેમાં મહત્વના ત્યાં નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. આ સીસીટીવીમાં બે મહિલાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પાપ છુપાવવા નવજાત માસૂમ બાળકને રસ્તા પર ફેંકી દેવાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ પોલીસે સીસીટીવીના આધારે આ બન્ને મહિલાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT