Hardik Pandya નો સાવકો ભાઈ જ નીકળ્યો દગાબાજ! કરોડોની છેતરપિંડી મામલે પોલીસે કરી ધરપકડ

ADVERTISEMENT

Hardik Pandya
હાર્દિક-કૃણાલ સાથે કરોડોની છેતરપિંડી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈની ધરપકડ

point

વૈભવ પંડ્યાએ 4.3 કરોડની છેતરપિંડી આચરી

point

મુંબઈ પોલીસે છેતરપિંડીના આરોપમાં કરી ધપકડ

મુંબઈ પોલીસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. વૈભવ પર કથિત આરોપ છે કે તેણે હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યા સાથે બિઝનેસ પાર્ટનરશિપમાં લગભગ 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે.  

4.3 કરોડની છેતરપિંડીનો આરોપ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 37 વર્ષીય વૈભવ પંડ્યા પર એક પાર્ટનરશિપ ફર્મમાં લગભગ 4.3 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. જેના કારણે હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાને ઘણું આર્થિક નુકસાન થયું છે. 

ભાઈએ ભાઈને લગાવ્યો ચૂનો

રિપોર્ટ અનુસાર, ત્રણ વર્ષ પહેલા ત્રણેય ભાઈઓએ સાથે મળીને ચોક્કસ શરતો સાથે પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. ક્રિકેટર ભાઈઓએ 40 ટકા મૂડીનું રોકાણ કરવાનું હતું, જ્યારે વૈભવે 20 ટકાના રોકાણ સાથે બિઝનેસનું સંચાલન કરવાનું હતું.  તેમજ ધંધામાંથી મળતો નફો પણ એ જ પ્રમાણમાં વહેંચવાનો હતો.  જોકે, વૈભવે કથિત રીતે તેમના ભાઈઓ (હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યા)ને ખબર ન પડે આવી રીતે આ બિઝનેસની બીજી પેઢી ખોલી હતી. જેના કારણે આ પેઢીને રૂ. 3 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. વૈભવે ક્રિકેટર ભાઈઓને ખબર ન પડે એવી રીતે બીજી પેઢી સ્થાપીને ભાગીદારી કરારનો ભંગ કર્યો હતો.  

ADVERTISEMENT

પંડ્યા ભાઈઓને થયું નુકસાન

એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વૈભવે ગુપ્ત રીતે તેનો નફો 20 ટકાથી વધારીને 33.3 ટકા કરી નાખ્યો હતો, જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને ભારે આર્થિક નુકસાન થયું હતું. ત્યારબાદ કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ વૈભવ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે વૈભવ પંડ્યા પર આ કામગીરીના સંબંધમાં છેતરપિંડી અને બનાવટીનો આરોપ લગાવ્યો છે. પંડ્યા બંધુઓએ આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.

આઈપીએલમાં વ્યસ્ત છે પંડ્યા ભાઈઓ

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા હાલમાં IPLમાં વ્યસ્ત છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહ્યા છે જ્યારે કૃણાલ પંડ્યા લખનઉ સુપરજાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT