જનેતા બની હત્યારી: 2 માસની માસુમ બાળકીને માતાએ સિવિલના ત્રીજા માળેથી નીચે ફેંકી, ચોંકાવનારું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં સગી જનેતાએ જ બે માસની નવજાત બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. જન્મ બાદથી સતત બીમાર રહેતી બાળકીથી કંટાળીને માતાએ સિવિલના ત્રીજા માળેથી તેને ફેંકી દીધી. સમગ્ર મામલે હવે મહિલાના પતિએ જ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જન્મથી બીમાર રહેતી હતી બાળકી
ઘટનાની વિગતો મુજબ, આણંદના પેટલાદના રાવલી ગામમાં રહેતી આસિફમિયા મલેક તેની પત્ની ફરજાનાબાનું સાથે રહે છે. બે મહિના પહેલા તેમની પત્નીને એક દીકરી જન્મી હતી. જોકે જન્મથી જ દીકરી બીમાર રહેતા તેને વડોદારની સયાજી હોસ્પિટલમાં 24 દિવસ રાખવામાં આવી હતી. બાળકીને ખરાબ પાણી અપાયું હોવાના કારણે તેનું ઓપરેશન કરાયું હતું. બાદમાં તેનો આંતરડાનો ભાગ બહાર આવી જતા નડીયાદની હોસ્પિટલમાં ફરી તેને દાખલ કરાઈ હતી. જોકે ત્યાંથી બાળકીને અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ.

પતિએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં નવજાત બાળકીને દાખલ કરાઈ હતી. આસિફમિયાએ ઉઠીને જોયું તો તેની દીકરી ગાયબ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા તો તેની પત્ની જ બાળકીને લઈ જઈને ત્રીજા માળેથી ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું. પત્નીની પૂછપરછ કરતા દીકરી જન્મ બાદથી જ સતત બીમાર રહેતી હોવાના કારણે તે કંટાળી ગઈ હતી, આથી ત્રીજા માળેથી તેને ફેંકી દીધાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT