IPL 2024 Update: મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો!
Mohammed Shami IPL 2024 Update: IPL 2024ની શરૂઆત પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર થઈ ગયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
IPL 2024ની શરૂઆત મોટા સમાચાર
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર
બીસીસીઆઈના સૂત્રોએ આપી જાણકારી
Mohammed Shami IPL 2024 Update: IPL 2024ની શરૂઆત પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર થઈ ગયા છે. તેમના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. બીસીસીઆઈના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી છે.
છેલ્લે રમી હતી વનડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ
33 વર્ષીય શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ પણ નથી રમી રહ્યા, તેઓ છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત માટે રમ્યા હતા.
વધુ વાંચો....IPL 2024 પહેલા Gujarat Titans ટીમના આ દિગ્ગજ ખેલાડી પર મૂકાયો પ્રતિબંધ, મોટી ટુર્નામેન્ટમાંથી બહાર
જાન્યુઆરીમાં ગયા હતા લંડન
BCCI સાથે જોડાયેલા એક સૂત્રએ PTIને જણાવ્યું કે મોહમ્મદ શમી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં એંકલ (પગની ઘૂંટી)નું સ્પેશિયલ ઈન્જેક્શન લેવા માટે લંડન ગયા હતા, જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે ત્રણ અઠવાડિયા પછી તેઓ લાઈટ રનિંગ શરૂ કરી શકે છે અને તે પછી આ ઈન્જેક્શન લઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો...સુરતની મોડલ તાનિયા સિંહના આપઘાત કેસમાં IPL ના સ્ટાર ક્રિકેટરને પોલીસનું તેડું
સર્જરી માટે બ્રિટન જશે શમીઃ સૂત્રો
બીસીસીઆઈના આ વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ ઈન્જેક્શન કામ કરી રહ્યું નથી અને હવે એકમાત્ર વિકલ્પ સર્જરી છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી ટૂંક સમયમાં સર્જરી માટે બ્રિટન જવા રવાના થશે, આવી સ્થિતિમાં મોહમ્મદ શમીના IPLની આ સિઝનમાં રમવાનો સવાલ જ ઊભો થતો નથી. આવી સ્થિતિમાં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ ટીમને આ મોટો ફટકો છે.
ADVERTISEMENT