MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરમગામઃ ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.

વિરમગામમાં હાર્દિકનો અનોખો અંદાજ
MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામથી ચૂંટણી જીત્યા પછી તેઓ અત્યારે અહીં ગ્રામ્ય વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ ધૂનમાં સ્થાનિકો સાથે ભક્તિના રસમાં હાર્દિક જોવા મળ્યા હતા.

રોજગારી મુદ્દે BJP સરકાર એક્શન મોડમાં, જાણો શું છે આગામી રણનીતિ

ADVERTISEMENT

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે રોજગારી મુદ્દે ભાજપ સરકાર સુપર એક્ટિવ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે નવી ભરતી માટે ખાલી જગ્યાના પત્રકો આપવા GADને આદેશ કરાયો છે. મહિલાઓને સરકારી નોકરી મળે એના માટે સરકારે તજવીજ શરૂ કરી દીધી છે. આગામી પાંચ વર્ષમાં 1 લાખ મહિલાઓને તેઓ નોકરી આપવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે. આની સાથે પ્રાઈવેટ સેક્ટરમાં પણ વધુ ભરતી થાય એની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

સુરતની શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના જ્ઞાનની ગળથૂથી અપાઈ, જાણો નવી પહેલ વિશે

ADVERTISEMENT

પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે જ્ઞાનની ગળથૂથી પણ અપાઈ રહી છે. સુરતની નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભણાવવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા પણ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. ત્યારે કતારગામની નગર પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતા આપીને અભ્યાસનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT