ધીરેન્દ્ર શાસ્ત્રી જેમ આ મહિલા જાદુગર લોકોના મનની વાત જાણી લે છે, પહેલીવાર આ ટ્રિકનું સિક્રેટ જાણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: બાગેશ્વરધામના કથાવાચક પં. ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે સતત સમાચારોમાં રહે છે. વાસ્તવમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે કે તેઓ લોકોના વિચારો વાંચી શકે છે. જેના કારણે તેઓ જ્યાં પણ કથા કરે છે ત્યાં લાખોની સંખ્યામાં દુ:ખી લોકો એક આશા સાથે પહોંચી જાય છે. પણ મનની વાતો તો માઈન્ડ રીડર પણ વાંચી શકે છે. એટલે એવા લોકો જે તમારા મગજના વિચારો વાંચી શકે. ધીરેન્દ્ર શાસ્ત્રી જે લાખો લોકોના મનની વાત જાણવાને ચમત્કાર કહે છે એ જ કાર્ય મેન્ટલિસ્ટ સુહાની શાહ પણ વર્ષોથી આવું જ કરી રહ્યા છે અને તે તેને ચમત્કાર નહીં પણ ટ્રિક માને છે.

અમદાવાદમાં પહેલો મેજિક શો કર્યો હતો
29 જાન્યુઆરી 1990ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં જન્મેલી સુહાની શાહ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. સુહાની જ્યારે થોડા વર્ષની હતી ત્યારે પરિવાર ગુજરાતમાં શિફ્ટ થઈ ગયો હતો. સુહાનીના પિતા ફિટનેસ ટ્રેનર છે અને માતા ગૃહિણી છે. અમે તમને સુહાનીના બાળપણ વિશે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે તેનું બાળપણ સામાન્ય નહોતું. બાળપણમાં જ તે જાદુ શીખવા અને તેની કળા બતાવવા માટે એટલી ઉત્સુક હતી કે તેણે ધોરણ 1 પછી અભ્યાસ પણ કર્યો ન હતો અને જાદુ શીખતી રહી. તેણે પોતાનો સૌથી પહેલો મેજિક શો અમદાવાદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘પઠાણ’નો ક્રેઝ, ‘ટીમ SRK વોરિયર્સ’ પોસ્ટર્સ સાથે થિયેટર પહોંચી, શાહરૂખની કેક પણ કાપી

ADVERTISEMENT

લોકોના વિચારો વાંચવા ચમત્કાર નહીં વૈજ્ઞાનિક ટેકનિક
સુહાનીએ તેનું પહેલું પરફોર્મન્સ 7 વર્ષની ઉંમરે આપ્યું હતું. પછી તે માત્ર ‘Magic Acts’ કરતી હતી. શાળા છોડ્યા પછી, સુહાનીએ આ ક્ષેત્રને સંપૂર્ણ સમય આપ્યો. જોકે આ રસ્તો તેમના માટે સરળ ન હતો. એક ઈન્ટરવ્યુમાં તે કહે છે કે, 14 વર્ષની ઉંમર સુધી તેને અંગ્રેજી બોલતા અને લખતા નહોતું આવડતું . પછી તેણે વિદેશમાં પોતાનું પરફોર્મન્સ આપવા માટે અંગ્રેજી શીખ્યું અને આજે તે 3 ભાષાઓમાં બોલી શકે છે. જો કે શરૂઆતમાં લોકોના વિચારો જાણીને જે લોકોએ તેમને જોયા તેમને લાગ્યું કે તેણે સિદ્ધિ મેળવી લીધી છે પરંતુ તે તેને એક વૈજ્ઞાનિક ટેકનિક માને છે.

ADVERTISEMENT

કેવી રીતે વાંચે છે લોકોના મનના વિચારો?
સુહાનીએ અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખ્યા છે. સાથે જ તે ‘સુહાની માઇન્ડકેર’ નામની સંસ્થા પણ ચલાવે છે. જે લોકોને દારૂ, સિગારેટ કે કોઈપણ વસ્તુનું વ્યસન તોડવા માટે ઉપચાર આપે છે. સુહાની એક પ્રોફેશનલ હિપનો- થેરાપિસ્ટ છે. એટલે જે લોકો પેંડ્યુલમ જેવી વસ્તુઓથી લોકોને ‘વશ’ માં કરે છે. સુહાની શાહ ભારપૂર્વક કહે છે કે, માઈન્ડ રીડિંગની વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેનો ઉપયોગ કર્યા પછી એવું લાગે છે કે ચમત્કાર થઈ રહ્યો છે. કોઈના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે એ સમજવું પડશે કે તે વ્યક્તિ વર્તમાન સમયે કઈ પરિસ્થિતિમાં છે તેમજ તે સમયે તે શું વિચારી શકે છે. તેમણે કહ્યું કે, વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં જોઈને પણ ઘણું સમજી શકાય છે. સુહાની શાહ કહે છે કે લોકો આને ચમત્કાર માને છે અને પછી અંધવિશ્વાસની જાળમાં ફસાઈ જાય છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ખુરશી આવતા વાર લાગી તો મંત્રીજીનો પારો છટક્યો, કાર્યકર્તા પર જ પથરાં ફેંક્યા, VIDEO વાઈરલ થયો

યુ-ટ્યુબથી કરે છે લાખોની કમાણી
સુહાની શાહ એક લોકપ્રિય યુટ્યુબર છે. તે કોમેડિયન અને ‘જાદુગર’ પણ છે. YouTube પર તેના 3 મિલિયન એટલે 30 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. દાવો કરવામાં આવે છે કે તે લોકોના મન વાંચી શકે છે. વાસ્તવમાં સુહાની મગજને નથી વાંચતા, આવા લોકોને મેંટલિસ્ટ કહેવામાં આવે છે જે લોકોના હાવ-ભાવ, હરકતોં અને બોડી લેંગ્વેજ પરથી કેટલીક વસ્તુઓ શોધી કાઢવામાં સક્ષમ છે. જેમ કે તેમણે આજ તકના શોમાં શ્વેતા સિંહના બાળપણના મિત્રનું નામ જાહેર કર્યું છે.

મહિને કેટલા લાખની કમાણી થાય છે?
સુહાની કહે છે કે, મનુષ્યની કન્ડિશનિંગ પછી, તેમના મગજમાં દરેક રંગ, સંખ્યા અથવા અક્ષર સાથે કંઈક જોડાયેલું હોય છે. તેઓ તે મુજબ કાર્ય કરે છે. અને, આ ક્રિયા ખૂબ જ હળવી હોય છે. ઉદાહરણ તરીકે, આંખ મારવી, આંગળી ખસેડવી, ચહેરા પર કરચલીઓ. વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે તેના કાર્યો પર નજીકથી નજર રાખીને જાણી શકાય છે. સુહાની શાહ દેશ-વિદેશમાં મેજિક શો કરીને ઘણી નોટો છાપી રહી છે. રિપોર્ટ અનુસાર, સુહાનીની એક મહિનાની કમાણી લગભગ 6 થી 7 લાખ રૂપિયા છે. સુહાની યુટ્યુબ ચેનલ પરથી પણ સારી કમાણી કરે છે. આ સાથે ગોવામાં બનેલા હિપ્નોસિસ સેન્ટરમાંથી પણ તેમને સારી એવી કમાણી થાય છે. સુહાનીની કુલ પ્રોપર્ટીની કિંમત 50-60 લાખ રૂપિયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT