વાવમાં પૂર્વ સરપંચે દુષ્કર્મ આચરતા બે બાળકોની માતાનો આપઘાત, જાહેરમાં ધમકી આપતો ‘તું મારી થવાની જ છે…’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના વાવ તાલુકાના ભાખરી ગામ ખાતે એક ફિટકાર લાયક ઘટના સામે આવી છે. જેમાં આંગણવાડીમાં કામ કરતી એક પરણિત યુવતીનું આ જ ગામના પૂર્વ સરપંચે બળજબરીથી આંગણવાડી કેન્દ્રોમાં દુષ્કર્મ કર્યું હતું. તેમ જ તે બાદ યુવતીને તાબે થવા અને ફરી તેનું યૌન શોષણ કરવા આ પૂર્વ સરપંચ તેને ધમકાવીને ડરાવતો હતો. જોકે આરોપી એવો પૂર્વ સરપંચ વગદાર હોઇ, ડર અને આબરૂની બીકે આ બે બાળકોની માતાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવતા ચકચાર મચી છે. જેમાં વાવ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

બે બાળકોની માતા પર પૂર્વ સરપંચે નજર બગાડી
આ ઘટના વાવના ભાખરી ગામની છે. જ્યાં એક માસ અગાઉ આ ગામના આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી બે બાળકોની માતા પર પૂર્વ સરપંચ પીરા સેંગલે પોતાની હવસ સંતોષવા નજર બગાડી હતી.જે બાદ મોકો મળતાં આંગણવાડી કેન્દ્રમાં જ આ નરાધમે પીડિત યુવતીને બળજબરી, ક્રૂરતાપૂર્વક પોતાની હવસનો શિકાર બનાવી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આ હવસખોર આરોપીએ તેના મોઢે ડૂચો મારી ધમકાવી હતી કે વિરોધ કરશે તો તને મારી નાખીશ અને તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઈશ.

આ પણ વાંચો: આ તે કેવી જીદ! સુરતમાં માતાએ ફોન ન આપતા 14 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધો

ADVERTISEMENT

પરિણીતાને જાહેરામાં રોકીને ધમકી આપતો
જોકે તે બાદ યુવતીએ આ બનાવની પરિવારજનોને જાણ કરી, પૂર્વ સરપંચની પાપલીલાનો ખુલાસો પણ કર્યો હતો. જેથી ચોંકી ઉઠેલા પરિવારજનો એ પણ નરાધમ પીરાનાં ઘેર જઈ તેના પરિવારજનોને ઠપકો આપી કહ્યું હતું કે, પીરો અમારી પુત્રવધૂની આબરૂ સાથે બળજબરી કરી ખિલવાડ કરે છે અને તે આવું ના કરે તે માટે સમજાવી દો. પરંતુ તેની કોઈ અસર આરોપી પર થઈ નહીં અને ગામમાં પરણિતા જ્યાં મળે ત્યાં ખુલ્લેઆમ તેને રોકી કહેતો કે, તું મારી થવાની જ છે, તારી સાથે હું ગમે તે ભોગે લગ્ન કરીશ. હું ગામનો સરપંચ રહી ચૂક્યો છું. તેવી ધમકીઓ પણ પરીણિતાને આપતો હતો. જેથી પીડિત પરિણીતા એ પરિવારજનોને કહ્યું હતું કે, પૂર્વ સરપંચ પીરાની પજવણી ખુબ જ વધી છે. મારે આત્મહત્યા કરવી પડશે. નરાધમ પીરો મને જીવવા નહીં દે, જોકે પરિવારજનો એ તેને હૈયા ધારણા આપી હતી કે સારા વાના થશે, તું હિંમત રાખ …

આ પણ વાંચો: VIDEO: BJPની વિકાસયાત્રામાં મંત્રીજી પર કોઈ તોફાની ખંજવાળનો પાઉડર ફેંકી ગયું, કાર્યક્રમ વચ્ચે નહાવું પડ્યું

ADVERTISEMENT

પરિવારની ગેરહાજરીમાં પરિણીતાએ ફાંસો ખાધો
જ્યારે બીજી તરફ ભાંગી પડેલ પરણિતા એ આબરૂ જવાની બીકે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું અને મંગળવારે જ્યારે તેના સસરા તેમના દીકરાને મળવા ગયા. અને પતિ પણ વાવ કામકાજ અર્થે ગયા ત્યારે વ્યથિત પરણિતાએ ઘરના પંખા સાથે લટકી આત્મહત્યા કરી હતી. જેની પરિવારજનોને જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ પીડિતાની લાશને વાવ રેફરલ પીએમ અર્થે ખસેડાઇ હતી. જેમાં મૃતકના સગાઓએ આરોપી એવા પૂર્વ સરપંચ પિરાભાઈ વિરૂદ્ધ વાવ પોલીસમાં મૃતક સાથે બળજબરીથી દુષ્કર્મ, ધાકધમકી અને માનસિક પજવણી સહિતના આરોપો મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT