ગરીબો માટેના સસ્તા અનાજમાં આ રીતે વજન વધારાય છે! ઘઉંમાં રેતી-કાંકરા નાખતો VIDEO સામે આવ્યો
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના સતનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. અહીં સરકારી ઘઉંના પેકિંગ દરમિયાન વજન વધારવા માટે રેત ઉમેરવામાં આવી રહી છે. ઘઉંના પેકિંગ…
ADVERTISEMENT
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના સતનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. અહીં સરકારી ઘઉંના પેકિંગ દરમિયાન વજન વધારવા માટે રેત ઉમેરવામાં આવી રહી છે. ઘઉંના પેકિંગ સેન્ટર પર ઉપસ્થિત કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. આ વીડિયો હવે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા જ પ્રશાસને મામલાની તપાસના આદેશ આપ્યા છે.
7 લાખ ક્વિન્ટર ઘઉંનો સ્ટોક કરાયો હતો
વાઈરલ વીડિયો રામપુર બધેલાનમાં બાંધા ગામમાં સ્થિત સાયલોનો છે. અહીં ટેકાના ભાવે ખરીદવામાં આવેલા ઘઉંનો સ્ટોક કરવામાં આવી રહ્યો હતો. પાછલા બે દિવસોથી ટેકાના ભાવે ખરીદેલા 7 લાખ ક્વિન્ટલ ઘઉંનો સ્ટોક કરવામાં આવ્યો હતો. તેમને બોરિયોમાં પેક કરીને અન્ય જિલ્લામાં મોકલવામાં આવશે. પરંતુ પેકિંગ પહેલાના કારનામાનો આ વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
ઘઉંનું વજન વધારવા માટે તેમાં રેતી અને કાંકરા ઉમેરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત કોઈએ મોબાઈલમાં તેનો વીડિયો ઉતારી લીધો. પછી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જેમાં ટ્રેક્ટર ભરીને રીતે ઘઉંમાં ઉમેરાતી દેખાય છે. વીડિયો સામે આવતા પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ છે. અને તપાસના આદેશ આપી દીધા છે.
ADVERTISEMENT
#मध्यप्रदेश
किस तरह से अनाज में जहर मिलाया जा रहा है सरकार मौन हैं ।।#BABYMONSTER pic.twitter.com/YW84gVdEfK— Manish kumar ADVOCATE 🇮🇳🇮🇳 (@kumarmanishsd) February 1, 2023
ADVERTISEMENT