Good News: 100 રૂપિયા સસ્તો થઈ ગયો LPG સિલિન્ડર, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ

ADVERTISEMENT

LPG Cylinder Price Reduced
LPG સિલિન્ડરની કિંમતમાં કરાયો મોટો ઘટાડો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ

point

LPG સિલિન્ડરની કિંમતમાં કર્યો મોટો ઘટાડો

point

પીએમ મોદીએ ઘટાડ્યા 100 રૂપિયા

LPG Cylinder Price Reduced : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં આ અંગેની જાણકારી આપતા લખ્યું કે આનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે, સાથે જ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. 


સિલિન્ડર સબસિડીને પણ એક વર્ષ માટે લંબાવાઈ


આ પહેલા મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે. આ રાહત પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની મળે છે. તો પીએમ મોદીની નવી જાહેરાત બાદ હવે  હવે આજથી એલપીજી સિલિન્ડર 100 રૂપિયા સસ્તો મળશે.

હવે કેટલામાં મળશે સિલિન્ડર?

9 વાગ્યા સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરવામાં આવ્યા ન હતા. સબસિડી વગરના 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત અમદાવાદમાં 910 રૂપિયા, દિલ્હીમાં 903 રૂપિયા છે અને કોલકાતામાં 929 રૂપિયા છે. હવે મોદી સરકારની આ જાહેરાત બાદ તે અમદાવાદમાં 810 રૂપિયા, દિલ્હીમાં 803 રૂપિયા અને કોલકાતામાં 829 રૂપિયામાં મળશે.  

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT