જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’
રાજેશ આંબલિયા.મોરબી: મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આજે જયસુખ પટેલને પોલીસે રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાના ગુનામાં નાસતા ફરતા આરોપી…
ADVERTISEMENT
રાજેશ આંબલિયા.મોરબી: મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આજે જયસુખ પટેલને પોલીસે રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાના ગુનામાં નાસતા ફરતા આરોપી સામે કોર્ટે કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા જયસુખ પટેલ પોલીસ ધરપકડથી બચવા માટે ગઈકાલે કોર્ટમાં હાજર થઇ સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો જ્યાંથી પોલીસે મંગળવારે રાત્રે કબજો લઈ લીધો હતો. આજે બુધવારે સાંજે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે તમામ દલીલો સાંભળ્યા પછી 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મોરબી બ્રીજ તૂટી પડવાની ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો, મોરબીની ચીફ જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની વિનંતી કરાઈ, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.#Breaking_News #MorbiBridgeCollapse #Gujarat #GujaratTak pic.twitter.com/1OtAjZxF0a
— Gujarat Tak (@GujaratTak) February 1, 2023
‘મકાન સમારકામ માટે આપ્યું અને લાદી સરખી કરી’
પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020 માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યાર બાદ કોઈ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હોવા છતાં ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે આ અકસ્માતે ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતાં પણ જે મુખ્ય કેબલ બદલાવાની જરૂર હતી એ કેબલ તાર બદલાવ્યા વગર નાના નાના કોસ્મેટીક ચેન્જીસ કરી મેન્ટેનન્સનું કામ પુરૂ કરતા હતા. એનો મતલબ એવો થાય કે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોઈ તેની દીવાલો, સીલીંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે આમને લાદી સરખી કરી એના જેવી વાત હતી.
ADVERTISEMENT
જ્યારે ગરીબ કેદીઓને જામીન અને દંડ ભરવામાં મળશે મદદઃ સરકાર સમજી રાષ્ટ્રપતિની વાત!
જયસુખને કોન્ટ્રાક્ટ વખતે જ ખબર હતી
તેમણે કોર્ટને આવી દલીલ કરી હતી કે જયારે એમને ખબર જ હતી કે પુલ આટલો નબળો છે તૂટી શકે તેમ છે તેમ છતાં કેબલ તારનું કઈ પણ કર્યા વગર ફ્લોર જ બધી બદલાવી આપેલી. એનાથી જાણે પુલની સ્ટ્રેન્થ વધી જતી હોઈ. બીજી રજૂઆત એ હતી કે ટીકીટ કાપનાર અને જયસુખભાઈને ખબર જ હતી કે આ પુલ પર એક સમયે 100 કરતા વધુ લોકો જાય તો એ જોખમી છે. તેમ છતાં બ્રીજ તૂટ્યો ત્યારે 400 થી 500 લોકો બ્રીજ પર હતા એ કોના વિચારથી 500 લોકોને જવા દીધા. જયસુખ પટેલને રિનોવેશનનો જે પેટા કોન્ટ્રાકટ આપ્યો તે જાણતા હતા કે આ કોન્ટ્રાક્ટથી પુલની ક્ષમતા વધતી નથી તેમ છતાં દેખાવ ખાતર આ બધું કામ કરાવેલું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT