JEE મેઈન્સ રિઝલ્ટ જાહેર: અમદાવાદના 2 બે વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા
અમદાવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પણ JEE મુખ્ય સેશન-1નું પરિણામ જાહેર કર્યું છે. નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા JEE મેન્સ 2023ના પરિણામની…
ADVERTISEMENT
અમદાવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પણ JEE મુખ્ય સેશન-1નું પરિણામ જાહેર કર્યું છે. નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા JEE મેન્સ 2023ના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા JEE ના પરિણામમાં અમદાવાદનો ડંકો વાગ્યો છે. બે વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા છે.
100 ટકા સાથે અમદાવાદના 2 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયાં
JEEની પરીક્ષાના પ્રથમ ફેઝનું પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 20 વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા છે. ત્યારે આ 20 વિધ્યાર્થીઓમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા છે.
કુલ 9 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
JEE ની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાઈ હતી અને જેમાં દેશના 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી અને જો ગુજરતની વાત કરવામાં આવે તો 80 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી કૌશલ વિજયવર્ગીય અને હર્ષલ સુથારે સૌ ટકા માર્ક્સ સાથે બાજી મારી અને રાજ્યનું નામ રોશન કર્યું છે.
ADVERTISEMENT
અમદાવાદના આ વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 ટકા પર્સન્ટાઇલ
રાજ્યના 80 હજાર વિદ્યાર્થીઓએ JEE ની પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીય અને હર્ષલ સુથાર ને 100 પર્સન્ટાઇલ મળ્યા છે.
100 પર્સન્ટાઇલ સાથે પાસ થવામાં એક પણ છોકરી નહીં
JEE Main 2023ની પરીક્ષામાં 100 ટકા સાથે 20 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જોકે આ 20 વિદ્યાર્થીઓમાં તમામ છોકરાઓ છે એકપણ છોકરીનો સમાવેશ થયો નથી.
ADVERTISEMENT
JEE Main session 2ના આ રીતે ભરાશે ફોર્મ
JEE Main session 2ની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાની છે. જેના ફોર્મ ભરવાની શરૂઆત 7 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઇ ગઇ છે. jeemain.nta.nic.in.ની વેબસાઈટ પર જઇને પરીક્ષાર્થીઓ એપ્લિકન્ટ નંબર અને જન્મ તારીખ નાંખીને પોતાનું રિઝલ્ટ જોઇ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વડોદરા હિટ એન્ડ રન કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા, થયો મોટો ખુલાસો
NTA સ્કોર મેળવનાર ટોપ 20 વિદ્યાર્થીઓ
- અમોઘ જાલાન
- અપૂર્વ સમોટા
- આશિક સ્ટેની
- બી અભિનવ ચૌધરી
- દેશાંક પ્રતાપ સિંહ
- ધ્રુવ સંજય જૈન
- ધ્યાનેશ હેમેન્દ્ર શિંદે
- દુગ્ગીનેની વેંકટ યુગેશ
- ગુલશન કુમાર
- ગુઠીકોંડા અભિરામ
- કૌશન વિજયવર્ગીય
- કૃષ ગુપ્તા
- મયંક સોની
- એનકે વિશ્વજીત
- નિપુન ગોયલ
- ઋષિ કાલરા
- સોહમ દાસ
- સુથાર હર્ષુલ સંજયભાઈ
- વવિલાલા ચિદવિલાસ રેડ્ડી
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT