IPL 2024 પહેલા Gujarat Titans ને મોટો ઝટકો, ટીમના સ્ટાર ખેલાડીનો થયો અકસ્માત
Gujarat Titans Player Robin Minz Accident : IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર
રોબિન મિન્ઝનો થયો અકસ્માત
રોબિન મિન્ઝના જમણા ઘૂંટણમાં ઈજા થઈ
Gujarat Titans Player Robin Minz Accident : IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત ટાઈટન્સના વિકેટકીપર-બેટ્સમેન રોબિન મિન્ઝ (Robin Minz) શનિવારે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. 21 વર્ષીય ખેલાડી હાલમાં ડૉક્ટરના દેખરેખ હેઠળ છે.
પિતાએ અકસ્માતની કરી પુષ્ટિ
વાસ્તવમાં, રોબિન મિન્ઝ (Robin Minz) તેમની સુપરબાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે તેઓનો અકસ્માત સર્જાયો હતો. તેમના પિતા ફ્રાન્સિસ મિન્ઝ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રોબિન મિન્ઝ (Robin Minz) હાલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.
Gujarat titans Robin Minz meet with an accident. 😢
— StumpSide (@StumpSide07) March 3, 2024
News was confirmed by his father francis minz he said " He lost control when his bike came in contact with another bike. Nothing serious at the moment and he is currently under observation". pic.twitter.com/HpkaKzj3dq
ઘૂંટણમાં થઈ ઈજા
ન્યૂઝ 18 સાથે વાત કરતા રોબિન મિન્ઝના પિતાએ કહ્યું કે, રોબિન મિન્ઝના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે. આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. વાસ્તવમાં 22 માર્ચથી IPL 2024 શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા જ ગુજરાત ટાઈટન્સના ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
ગુજરાત ટાઈટન્સે કર્યા છે સાઈન
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સે ડિસેમ્બરમાં યોજાયેલ મિની ઓક્શનમાં રોબિન મિન્ઝને સાઇન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે રોબિનને રૂ. 3.6 કરોડમાં ખરીદ્યા. કેપ્ટન શુભમન ગિલ ચોથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પછી રાંચીથી નીકળતી વખતે રોબિન મિન્જના પિતા સાથે મુલાકાત કરી હતી. ફ્રાન્સિસ મિન્ઝ રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે તૈનાત છે અને તેઓ ફ્લાઈટમાં ચડતા પહેલા તમામ ભારતીય ક્રિકેટરોને મળ્યા હતા.
ADVERTISEMENT