IPL 2024 પહેલા Gujarat Titans ટીમના આ દિગ્ગજ ખેલાડી પર મૂકાયો પ્રતિબંધ, મોટી ટુર્નામેન્ટમાંથી બહાર
IPL 2024ની ટુર્નામેન્ટ માર્ચ મહિનાથી શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટને આડે હવે માત્ર એક મહિનો જ બાકી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને ફટકો
અફઘાનિસ્તાનના નૂર અહેમદ પર પ્રતિબંધ
શિસ્ત સમિતિએ 12 મહિના માટે મુક્યો પ્રતિબંધ
IPL 2024: IPL 2024ની ટુર્નામેન્ટ માર્ચ મહિનાથી શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટને આડે હવે માત્ર એક મહિનો જ બાકી છે. આઈપીએલને લઈને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો છે.
લેગ સ્પિનર નૂર અહેમદ પર પ્રતિબંધ
વાસ્તવમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર નૂર અહેમદ પર ઈન્ટરનેશનલ લીગ T20 એટલે કે ILT20માંથી એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નૂર અહેમદને તેમની ફ્રેન્ચાઇઝી શારજાહ વોરિયર્સની સાથેના કરારના ભંગ બદલ ILT20 શિસ્ત સમિતિ દ્વારા 12 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ આ ફ્રેન્ચાઈઝી અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હક પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.
કોન્ટ્રાક્ટના નિયમોનું કર્યું ઉલ્લંઘન
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી નૂર અહેમદ ILT20માં શારજાહ વોરિયર્સ માટે રમે છે. તેમણે પોતાની ફ્રેન્ચાઈઝી સાથે કરાયેલા કોન્ટ્રાક્ટ (કરાર)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ILT20 માટે રમવાને બદલે સાઉથ આફ્રિકામાં યોજાનારી SA20 ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય લીધો. આ કારણથી નૂર અહેમદ પર 12 મહિના માટે ILT20માંથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
SA20 લીગમાં રમવાના નિર્ણય બાદ એક્શન
ખેલાડી પર વિશ્વાસ દર્શાવ્યા બાદ વોરિયર્સે તેમને રિટેન કર્યા હતા, પરંતુ તેમણે રિટેન્શન નોટિસ પર હસ્તાક્ષર કરવાને બદલે SA20 લીગમાં રમવાનો નિર્ણય લીધો છે. નૂર અહેમદના ઇનકાર પછી શારજાહ વોરિયર્સે ખેલાડીની ફરિયાદ ILT20ને કરી હતી અને નૂર વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કર્યું હતું.
ADVERTISEMENT