ભારતીય ટીમ મૂંઝવણમાં! છ દિવસ પહેલા ટીમમાં સ્પેશિયલ એન્ટ્રી મેળવનારો બુમરાહ વનડે શ્રેણીમાંથી બહાર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. છ દિવસ પહેલા શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ખાસ એન્ટ્રી મેળવનારો જસપ્રીત બુમરાહ પણ આ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બીસીસીઆઈએ તેને આટલી જલદી એક્શનમાં નહીં લાવવાનો નિર્ણય કર્યો છે. અને ફિટનેસના આધારે બુમરાહને શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.  છ દિવસ પહેલા એટલે કે 3 જાન્યુઆરીએ, બીસીસીઆઈએ બુમરાહને ટીમમાં સામેલ કરવાની માહિતી આપી હતી. જોકે, બીસીસીઆઈએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

બુમરાહ ઘણા સમયથી ટીમથી બહાર છે..
પીઠની ઈજાને કારણે બુમરાહ સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. ઈજામાંથી સાજા થયા બાદ તે લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. તાજેતરમાં, NCA દ્વારા બુમરાહને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરીએ તેને શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક ટેસ્ટ શ્રેણી પહેલા બુમરાહ ભારતીય ટીમમાં જોડાવાથી ચાહકો ખૂબ જ ખુશ હતા. જો કે, હવે ફરીથી ચાહકોને આંચકો લાગ્યો છે. બુમરાહ એવા ખેલાડીઓમાં નથી જે ગુવાહાટી પહોંચ્યો છે. ગુવાહાટીમાં જ ભારતીય ટીમ શ્રીલંકા સામે પ્રથમ વનડે રમશે.

ADVERTISEMENT

જાણો બુમરાહે ઈન્જરી પહેલા છેલ્લી મેચ ક્યારે રમી હતી
29 વર્ષીય જસપ્રીત બુમરાહે 25 સપ્ટેમ્બરે ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં તે ભારતીય ટીમનો ભાગ હતો. તે જ સમયે, તેણે તેની છેલ્લી વનડે 14 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.

એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટે NCAની સલાહ પર આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ત્રણ-ત્રણ મેચોની વનડે અને ટી-20 શ્રેણી રમાશે. તે 18 જાન્યુઆરીથી શરૂ થશે. બુમરાહ ઉપરાંત, ભારતીય ટીમના અન્ય સભ્યો, જેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે, જેઓ T20I શ્રેણી માટે ટીમનો ભાગ નહતો, તેઓ ગુવાહાટીમાં ટીમ સાથે જોડાયો છે.

ADVERTISEMENT

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીનું શેડ્યૂલ
પહેલી ODI, 10 જાન્યુઆરી, ગુવાહાટી
બીજી ODI, 12 જાન્યુઆરી, કોલકાતા
ત્રીજી ODI, 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT