જૂનાગઢમાં ગેસ એજન્સી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી લોકોના આરોગ્ય રમી રહી છે રમત, તંત્ર પર ઉઠયા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં ઠેર ઠેર પ્રદૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે. અનેક લોકોના જીવનું પણ જોખમ પ્રદૂષિત પાણીથી થઈ રહ્યું છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાં  ટોરેન્ટ ગેસ એજન્સી દ્વારા શહેરમાં ગેસની પાઇલાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે પોતાના કામ માટે રોજના 100 થી 150 ટેન્કર નદી માંથી પાણી લઈ રહ્યું છે. આ સાથે જ કેમિકલ યુકત પાણી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે.

જૂનાગઢમાં માં ટોરેન્ટ ગેસ એજન્સી દ્વારા શહેરમાં માં ગેસ ની પાઇલાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે આ કંપની દ્વારા પોતાના કામ માટે રોજના 100 થી 150 ટેન્કર નદી માંથી પાણી લેવામાં આવી રહ્યું છે. ખેડૂતોના ઉપયોગ માટેનું આ પાણી ગેરકાયદેસર રીતે ટોરેન્ટ કંપની વાપરી રહી છે. આ પાણી સિંચાઇ,કૂવા તથા બોરવેલ રિચાર્જ માટે ચેક ડેમ બનાવી સ્ટોર કરવામાં આવ્યું હોય છે.

કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી લોકોના આરોગ્ય સાથે ચેડા
સરગવડા ગામની નજીક લોલ નદીનું પાણી ખેડૂતો માટે મહત્વનું હોય છે. કંપની આ પની વાપરે છે આટલું જ નહિ torrent કંપની દ્વારા આ સિંચાઇનું પાણી વપરાઈ ગયા બાદ કેમિકલ યુક્ત પાણી ફરી નદી માં જ છોડવામાં આવી રહ્યું છે નથી નદી નું પાણી પ્રદુષિત થઈ રહ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: લગ્ન સહાય યોજનાના નામે અનેક લોકો છેતરાયા, રિયલ ફ્રેન્ડ સંસ્થાએ લગાવ્યો લાખોનો ચૂનો

આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના મનીષ નંદાનિયા એ કહ્યું કે જૂનાગઢ મુકામે ટોરેન્ટ સીએનજી ગેસ પાઇપ નાખવાનું કામ ચાલુ છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા નદી માંથી પાણી લઈને આ કામ ચાલુ કર્યું છે. જે અંદાજે રોજના 100થી 150 જેટલા ટેન્કર પાણી નદી માંથી લઈને પોતાન કામમાં ઉપયોગમાં લે છે. આ પાણી ખેડૂતો ને તેમજ આજુબાજુ ના રહેવાસી ના બોર અને કૂવા રીચાર્જ કરવા તેમજ સિંચાઇ ના હેતુ થી બનાવેલ નદી પર ના ચેકડેમ માંથી ઉપાડે છે. અને આ કામ મા વપરાયા બાદ દુષિત પાણી પણ નદી માં જ નાખે છે તો આ ગંભીર ઘટનાને ઉજાગર કરવામાં આવે એવી અપીલ કરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT