Budget 2023: બજેટમાં ખેડૂતને લઈ મહત્વની જાહેરાત, જાણો શું મળશે લાભ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી…
ADVERTISEMENT
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું કે અમૃતકલનું આ પહેલું બજેટ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. ત્યારે ખેડૂતોને લઈ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મહત્વની જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ત્રણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે. આ ત્રણ અલગ અલગ પ્રીમિયર સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અહીં કૃષિ, સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ માટે કામ કરશે.
157 નવી નર્સિંગ કોલેજ બનાવવામાં આવશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2014 થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે.
ADVERTISEMENT
કેન્દ્રીય નાણામંત્રીના ભાષણ દરમિયાન ભારત જોડોના લાગ્યા નારા, નિર્મલા સીતારમણે ભાષણ શરૂ રાખ્યું
ખેડૂતને લઈ મહત્વની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટ અપમાં યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ADVERTISEMENT
આવાસ યોજનાને લઈ કરવામાં આવી મહત્વની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન તેમણે આવાસ યોજનાને લઈ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT