સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોટલ નીચે સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 3 રૂપ લલના પકડાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મોટું પ્રવાસન સ્થળ છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જેનો લાભ લેવા હોટલ ઉદ્યોગની સાથે સ્પા સેન્ટરો પણ ખુલ્યા છે. ત્યારે સ્પાના નામે દેહ વ્યાપાર થતો હોવાની બાતમીના આધારે નર્મદા એસ.ઓ.જી પી.આઈ કમલેશ મકવાણા સહિતની ટીમે ગરૂડેશ્વર રોડ પર આવેલા ઓરા સ્પા પર રેડ કરતા દેહવ્યાપાર સાથે સંકળાયેલી 3 મહિલાઓ મળી આવી હતી. જોકે નિવેદન લીધા બાદ તે મહિલાઓને છોડી દેવામાં આવી હતી. અગાઉ 10 દિવસ અગાઉ ગરુડેશ્વર પોલીસના રૂટિન ચેકઅપમાં સ્પામા કામ કરતી મહિલાઓના જરૂરી દસ્તાવેજો નહીં રાખવા બદલ જાહેરનામા ભંગ અંગેનો ગુનો ઓરા અને ક્રાઉન સ્પાના માલિકો સામે નોંધાયો હતો.

સ્પામાંથી 3 મહિલા અને ગ્રાહકો મળ્યા
જિલ્લાના ગરુડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદ મુજબ તારીખ 25 ફેબ્રુઆરી 2023 ના રોજ SOG ટીમ દ્વારા ગરુડેશ્વરના ગ્રાન્ડ યુનિટી હોટલ કોમ્પ્લેક્સ ખાતે આવેલ “ઔરા સ્પા” માં પોલીસને શંકા હતી કે સ્પાની આડમાં મહિલાઓ પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવે છે. આથી પોલીસે રેડ કરતા સ્પાની અંદરથી ત્રણ જેટલી ભોગ બનનાર મહિલાઓ અને ગ્રાહકો ઝડપાઈ ગયા હતા.

ગ્રાહકો પાસેથી 4000 લઈને મહિલાઓને 2000 અપાતા
સ્પાના સંચાલક મૌલિકગીરી પ્રવીણગિરી ગોસ્વામી પર આરોપ છે કે મસાજના નામે બહારથી મહિલાઓને બોલાવી પ્રલોભનો આપી સ્પામા રાખી બહારથી ગ્રાહકોને બોલાવતો હતો. સ્પામાં મસાજના નામે કુલ રૂપિયા 4000 લઈ મહિલાને 2000 રૂપિયા આપી પોતે 2000 રાખતો હતો. ભોગ બનનાર મહિલા સાથે શરીર સંબંધ બંધાવી મહિલાને અડધા રૂપિયા આપી મૌલિકગીરી પ્રવીણગિરી ગોસ્વામી તેની કમાણી ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોવાનો આરોપ છે.

ADVERTISEMENT

રેડમાં પોલીસને શું મળ્યું?
પોલીસની રેડ દરમિયાન આરોપી પાસેથી રોકડ રૂપિયા 2 હજાર અને બે નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.7 હજાર થાય છે તે મળી આવ્યા છે. જ્યારે ભોગ બનનાર મહિલા પાસેથી રૂ.2 હજાર અને CCTV કેમરાનો DVR જેની કિંમત રૂ.1 હજાર એમ કુલ રૂપિયા 12000 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઇ તેની સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT