ICC WTC final 2023: ભારત-ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી બાંધી ઉતરી મેદાને, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વી દિલ્હી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલ મેચ આજથી લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ ટાઈટલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.પરંતુ આ ટેસ્ટમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમવા પહોંચ્યા હતા. ચાહકો એ જાણવા ઉત્સુક છે કે શા માટે બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમી રહ્યા છે.

2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. બહનાગા સ્ટેશન પાસે SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 288 લોકોના મોત થયા હતા. 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા પહોંચ્યા હતા. મેચની શરૂઆત પહેલા તમામ ખેલાડીઓએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ફાઈનલ મેચ 7મી જૂનથી શરૂ થઈ છે, જે 11મી જૂન સુધી રમાશે. આ ટાઈટલ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે.

કેવી રીતે થયો આટલો મોટો ટ્રેન અકસ્માત?
કોરોમંડલ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના કોલકાતાના હાવડા સ્ટેશન અને તમિલનાડુના ચેન્નાઈ વચ્ચે ચાલે છે. આ અકસ્માતમાં 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. 7 બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી. રેલ્વે બોર્ડે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે અથડાવા અંગે વધુ એક મોટી માહિતી આપી હતી.બોર્ડે ડ્રાઇવરોને ટાંકીને કહ્યું હતું કે સિગ્નલમાં ખામીને કારણે અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેણે ગ્રીન સિગ્નલ જોઈને જ આગળનો રસ્તો નક્કી કર્યો હતો. ત્યારે યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરે દાવો કર્યો હતો કે અકસ્માત પહેલા એક વિચિત્ર અવાજ સંભળાયો હતો. આ ભયાનક અકસ્માતમાં કોરોમંડલ ટ્રેનને સૌથી વધુ નુકસાન થયું છે.

ADVERTISEMENT

WTC ફાઈનલ માટે બંનેની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયન ટીમઃ
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT