ICC T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની જાહેરાત, જાણો કોનો રહ્યો દબદબો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2022 માટે એવોર્ડની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે સોમવારે ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની પ્રથમ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ICCની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે. જેમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવનું નામ પણ છે.

ICC દ્વારા વર્ષ 2022 માટેના એવોર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં T20 ટીમમાં સ્થાન મેળવનારાઓમાં સૂર્યકુમાર યાદવ ઉપરાંત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ થાય છે. આ ટીમની કમાન ICC દ્વારા જોસ બટલરને સોંપવામાં આવી છે. જેમના નેતૃત્વમાં ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતીય ટીમના ત્રણ પ્લેયરના નામ
ટીમમાં ભારતના 3, પાકિસ્તાનના 2, ઈંગ્લેન્ડના 2, ન્યુઝીલેન્ડ-ઝિમ્બાબ્વે-શ્રીલંકા-આયર્લેન્ડના એક-એક ખેલાડી છે. એટલે કે આ ICC એવોર્ડ્સમાં માત્ર ભારતીય ટીમ જ જોવા મળી છે. જ્યાં બે બેટ્સમેન અને એક ઓલરાઉન્ડરને સ્થાન આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

 આ પણ વાંચો: ભારતીય ક્રિકેટરો ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં પહોંચ્યા, Rishabh Pant માટે કરી પ્રાર્થના

જાણો કોને કોને મળ્યું સ્થાન 
1. જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર) (ઇંગ્લેન્ડ) 2. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) 3. વિરાટ કોહલી (ભારત) 4. સૂર્યકુમાર યાદવ (ભારત) 5. ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ) 6. સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) 7. હાર્દિક પંડ્યા (ભારત) 8. સેમ કુરન (ઈંગ્લેન્ડ) 9. વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા) 10. હરિસ રૌફ (પાકિસ્તાન) 11. જોશ લિટલ (આયર્લેન્ડ)

ADVERTISEMENT

સૂર્યકુમાર યાદવના નામે છે આ રેકોર્ડ 
સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં ટીમ ઈન્ડિયામાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં 31 T20 મેચમાં કુલ 1164 રન બનાવ્યા હતા. જે દરમિયાન તેના બેટથી બે સદી પણ ફટકારવામાં આવી હતી. ત્યારે વિરાટ કોહલીએ એશિયા કપમાં પણ સદી ફટકારી હતી.

ADVERTISEMENT

ICC મહિલા T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
1. સ્મૃતિ મંધાના (ભારત) 2. બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) 3. સોફી ડેવાઇન (કેપ્ટન, ન્યુઝીલેન્ડ) 4. એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા) 5. તાહિલા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) 6. નીડા ડાર (પાકિસ્તાન) 7. દીપ્તિ શર્મા (ભારત) 8. રિચા ઘોષ (વિકેટકીપર, ભારત) 9. સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ) 10. ઈનોકા રણવીરા (શ્રીલંકા) 11. રેણુકા સિંહ (ભારત).

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT