હર્ષ સંઘવીએ કહ્યું, પદયાત્રા કરો તો પણ માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ.. તો કોંગ્રેસે આપ્યો સણસણતો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ આરોપ પ્રત્યારોપની રાજનીતિ યથાવત રહી છે. રાજ્યમાં ટ્વિટર યુદ્ધ પણ શરૂ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. ત્યારે ભરત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ. ત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ હર્ષ સંઘવી પર વળતો પ્રહાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ટ્વિટર યુદ્ધ જામ્યું હતું. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ટ્વિટર યુદ્ધ સતત શરૂ રહ્યું છે. રાહુલ ગાંધીની ભરત જોડો યાત્રાને લઈ હર્ષ સંઘવીના ટ્વિટથી ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે, 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ. ત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે,ક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિ ની ચિંતા પ્રાથમિક ની ડિગ્રી વાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિ નું દેવાળ્યું કેહવાય.

જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ ટ્વિટમાં
હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીનું નામ લખ્યા વગર કહ્યું કે, હવે એક વાત “કન્ફર્મ” છે…!, જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ…!!!

ADVERTISEMENT

આ પણ વાંચો: કોંગ્રેસે ફરી શરૂ કર્યું ચોકીદાર જ ચોર છે.. તો ભાજપે આપ્યો સણસણતો જવાબ

ADVERTISEMENT

 

ADVERTISEMENT

કોંગ્રેસ પ્રવક્તાએ આપ્યો વળતો જવાબ
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતા કહ્યું કે, ધો.10 ની પરીક્ષા પાસ ન કરનાર, ડ્રગ્સને ન પકડનાર, લઠ્ઠાકાંડ ન રોકનાર, પેપરલીક કરનાર ચમરબંધીને ન પકડનાર, મહિલાઓનાં ગળા કપાય તોય ખુરસીએ ચોંટી રહેનાર, ગુજરાત માટે ૩ કિમી પણ ન ચાલનાર, આજે બુદ્ધિ અને દિમાગની વાતો કરે છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાહુલ ગાંધી પરના ટ્વિટને લઈ કોંગ્રેસ પ્રવકતા ડૉ. અમિત નાયકે વળતો જવાબ આપતા કહ્યું કે, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિ ની ચિંતા પ્રાથમિક ની ડિગ્રી વાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિ નું દેવાળ્યું  કેહવાય.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT