BJP ના ગ્રુપમાં MLA ના નંબરથી શેર થયો હાર્દિક પટેલનો વિવાદિત વીડિયો, ગરમાયું રાજકારણ

ADVERTISEMENT

Rajkot News
હાર્દિક પટેલનો વિવાદિત વીડિયો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિવાદમાં સપડાયા

point

હાર્દિક પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ

point

હાર્દિક ભાઈ તો અમારા ધારાસભ્ય છેઃ મહેન્દ્ર પાડલીય

Rajkot News: રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (Dr.Mahendra Padalia) રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કરેલી પોસ્ટથી વિવાદમાં સપડાયા છે. મહેન્દ્ર પાડલીયાના નંબર પરથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે પહેલા તેઓએ ભાજપ વિરુદ્ધ કરેલા નિવેદનનો વાયરલ વીડિયો વોટ્સ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. જે બાદ આ પોસ્ટના સ્ક્રિનશોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. મહેન્દ્ર પાડલીયાના નંબર પરથી ગ્રુપમાં વીડિયો શેર કરવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. 

પોસ્ટ બાબતે કર્યો સ્વબચાવ

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padalia)એ આ પોસ્ટ બાબતે પોતાનો બચાવ કર્યો છે. MLA પાડલીયાએ જણાવ્યું કે, 'મારા નંબર પરથી આવું મુકાયું હોવાનું સામે આવ્યું છે, સોશિયલ મીડિયાની ટેકનિકનો દુરુપયોગ કરી આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે હું કઈ જાણતો નથી, હાર્દિક ભાઈ તો અમારા ધારાસભ્ય છે, આ બાબતે હું સાયબર ક્રાઈમના અધિકારીઓની સલાહ લઈને આગળની કાર્યવાહી કરીશ.'

શું છે સમગ્ર મામલો?

ગત 23 ફેબ્રુઆરીના રોજ મહેન્દ્ર પાડલીયાના વોટ્સએપ નંબર પરથી જિલ્લા ભાજપના ગ્રુપમાં વીડિયો મુકાયો હતો.  વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના જૂના વિવાદિત વીડિયોમાં ભાજપ વિરોધી સુર હતા, 25 તારીખે વડાપ્રધાન આવી રહ્યા હતા એ પહેલાનો વીડિયો ધારાસભ્યના નંબર પરથી પોસ્ટ થયો હતો. હાર્દિક પટેલના વીડિયોમાં નીચે લખાણ લખવામાં આવ્યું હતું કે, 'જ્યારે-જ્યારે કંટાળો આવે ત્યારે આ વીડિયો જોઈ લેવો.'

ADVERTISEMENT

વધુ વાંચો...Exclusive: રાજકોટમાં જોખમી સવારીનો પર્દાફાશ, ઈકો કારમાં બસથી પણ વધુ મુસાફરો નીકળ્યા

મેં નથી કરી ગ્રુપમાં પોસ્ટઃ મહેન્દ્ર પાડલિયા

ધોરાજીના ધારાસભ્યના નંબર પરથી હાર્દિક પટેલનો ભાજપની ટીકા કરતો વીડિયો ગ્રુપમાં મુકાયા બાદ ગ્રુપમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આના પર મહેન્દ્ર પાડલીયાએ કહ્યું છે કે, આ મોબાઈલ નંબર તો મારો જ છે. પરંતુ મેં ગ્રુપમાં આ પોસ્ટ કરી નથી.  

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT