અમેરિકામાં ભણતી વિદ્યાર્થિનીનો થયો ભયાનક અકસ્માત, કાર સ્લીપ થતા 2 પલ્ટી વાગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ અમેરિકામાં ભણવા ગયેલી ભારતની વિદ્યાર્થિનીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ જતાં તે હાલ જીંદગી અને મોત વચ્ચે સતત લડત કરી રહી છે. આ યુવતી હૈદરાબાદની છે જેનું નામ શ્રીલિકિતા પિન્મ છે. તે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. તે અહીં કેન્સાસની વિચિતા સ્ટેટ યુનિવર્સિટી (WDU)માં ભણતી હતી.

આણંદઃ ડુપ્લીકેટ સર્ટી પરથી વિદેશ જવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર

વાતાવરણ ખુબ ખરાબ હતું
હૈદરાબાદની લિતિકા પિન્નમ અમેરિકામાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે ગઈ હતી. તેણે હૈદરાબાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. તેના મિત્રો સાથે અર્કાન્સાસ જઈ રહી હતી. દરમિયાન ત્યાંનું હવામાન પણ ખરાબ હતું. આ મુસાફરી દરમિયાન તેમની કાર બે પલ્ટી ખાઈ ગઈ હતી. આ અંગે તેના ભાઈ સંપત ભાર્ગવ કહે છે કે, તેની બહેન હાલ વેન્ટિલેટર પછે અને તેની હાલત પણ ઘણી ગંભીર છે. જોકે તેને આ ઈજાઓ અકસ્માત દરમિયાન થઈ હતી. ગત 30મી જાન્યુઆરીએ તે તેના મિત્રો સાથે અર્કાનસાસ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. ત્યારે ત્યાંનું વાતાવરણ ખરાબ હતું અને કાર લપસી ગઈ હતી જેમાં કાર બે પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં તેને માથામાં ઈજા થઈ છે. તે કોમામાં જતી રહી હતી. તેના મિત્રોને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. શક્ય છે કે તેને સ્વસ્થ થવામાં હજુ ઘણા દિવસો થઈ જાય. તેની સારવાર પણ ઘણી મોંઘી છે.

તોડબાજ પોલીસઃ સુરતના કાપડના વેપારીનો 42 લાખનો તોડ! જ્વેલરી ખરીદવામાં ભેરવાયા

લોકો પાસે માગી આર્થિક મદદ
સંપતે આ અંગે લોકો પાસે મદદ માગી હતી. તેમણે GoFundMe પર 150000 ડોલરની જરૂર હોવા અંગે કહ્યું હતું. તેને લોકો તરફથી સારોએવો પ્રતિસાદ પણ મળ્યો છે. લગભગ 1 લાખ ડોલર જેટલી રકમ તો એક્ઠી પણ થઈ ગઈ છે. લિકિતા માટે આ ઉપરાંત યુનિવર્સિટીના ઈન્ડિયન સ્ટુડન્ટ એસોશિએશના લોકોને યોગદાન આપવા માટે અપીલ કરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT