જામનગરના હાર્દ સમા બર્ધન ચોકમાં વહેલી સવારે ભીષણ આગઃ Video
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના હાર્દ સમા એવા બર્ધન ચોકમાં આજે શનિવારે વહેલી સવારે ભીષણ આગની ઘટના બની હતી. આ વિસ્તાર આમ તો સામાન્ય દિવસોમાં લોકોની ભારે…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરના હાર્દ સમા એવા બર્ધન ચોકમાં આજે શનિવારે વહેલી સવારે ભીષણ આગની ઘટના બની હતી. આ વિસ્તાર આમ તો સામાન્ય દિવસોમાં લોકોની ભારે ભીડથી ખીચોખીચ ભરાયેલો હોય છે. જોકે આજે શનિવારે વહેલી સવાર હોઈ અહીં લોકોની અવરજવર ઓછી હતી. અહીં એક વીડ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો અને તેના પછી આગ લાગી ગઈ છે.
#Jamnagar ના બર્ધન ચોકમાં શનિવારે વહેલી સવારે લાગી અચાનક આગ, ટ્રાન્સફોર્મરમાં ધાડાકા સાથે ભીષણ આગ લાગી, જોકે વહેલી સવારે લોકોની અવરજવર ઓછી હોઈ ઘણી રાહત, કોઈ જાનહાનીના અહેવાલ નથી.#Gujarat #GujaratTak #Fire pic.twitter.com/51AlVvVOqO
— Gujarat Tak (@GujaratTak) February 25, 2023
પાવર સપ્લાય કરાયો બંધ
જામનગર શહેરની મધ્યમા આવેલ બર્ધન ચોક વિસ્તાર કે જે શહેરની મુખ્ય બજાર તરીકે પણ ઓળખાય છે. દરરોજ હજારો ની સંખ્યામાં લોકોની અહીં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આજ રોજ શનિવારે વહેલી સવારે બર્ધન ચોક વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. જેને પગલે મનપાની ફાયર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગના આ બનાવને પગલે સ્થાનિકોમાં ભાગદોડ થવા લાગી હતી. જ્યારે વીજ ટ્રાન્સફોર્મરની આસપાસ રહેલી નાની લારીઓને નુકસાન થયું હતું. સદનસીબે વહેલી સવારે આગનો બનાવ બનતા આસપાસની દુકાનો બંધ હોય તેમજ લોકોની અવાર જવર પણ ન હોવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વીજ ટ્રાન્સફોર્મરમાં આગને કારણે PGVCL દ્વારા તાત્કાલિક આ વિસ્તારનો વીજ પાવર બંધ કરી દેવાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT