ટીમ ઈન્ડિયાનું ‘સાસરિયું’ બનતું જઈ રહ્યું બૉલિવુડ, અભિનેત્રીઓ સાથે થયા આ પ્લેયર્સના લગ્ન
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે,…
ADVERTISEMENT
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે, જે બોલીવુડ અભિનેત્રી પણ છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની લવસ્ટોરીની આ ભાગીદારી અનોખી નથી. ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે બોલિવૂડની અભિનેત્રીઓને પોતાનું દિલ આપ્યું છે. જો વર્તમાન ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પ્લેઈંગ-11માં 4 ખેલાડી એવા છે જેમણે બોલિવૂડ સ્ટાર્સ સાથે લગ્ન કર્યા છે. આ સિવાય કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવૂડ સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં છે. આ યાદીમાં કેએલ રાહુલનું નામ પણ જોડાઈ ગયું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ બેટ્સમેન કેએલ રાહુલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. આથિયા શેટ્ટી હીરો, મોતીચૂર-ચકનાચૂર અને મુબારકાન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અત્યાર સુધી કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો, પરંતુ થોડા સમય પહેલા તેને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.
બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ક્રિકેટર KL રાહુલે કર્યાં લગ્ન, સુનિલ શેટ્ટીએ કહ્યું, સત્તાવાર રીતે સસરો બની ગયો#athiyashettyklrahulwedding #KLRahulAthiyaShettyWedding #KLRahul #sunilshetty pic.twitter.com/3GwOHS2YPW
— Gujarat Tak (@GujaratTak) January 23, 2023
BJPના MLAએ નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી સાથે સરખાવતા વરસી પડ્યા ઈસુદાન ગઢવી
2. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા વર્તમાન સમયની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે, બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જે બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યા હતા, બંનેએ ઇટાલીમાં એક ખાનગી લગ્ન કર્યા હતા જેમાં માત્ર થોડા મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા છે.
ADVERTISEMENT
3. હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિક
ટીમ ઈન્ડિયાના વર્તમાન વાઇસ કેપ્ટન અને T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ એક અભિનેત્રીને પોતાનું દિલ આપ્યું. સર્બિયન મૂળના નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન વર્ષ 2020 માં થયા હતા, બંનેને અગસ્ત્ય નામનો પુત્ર છે. નતાશા બિગ બૉસ જેવા રિયાલિટી શૉમાં જોવા મળી છે, તેમજ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર અને નાના રોલમાં જોવા મળી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે. તે કોરિયોગ્રાફરની સાથે સાથે પરફોર્મર પણ છે અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા ધનાશ્રી વર્માનો એક મ્યુઝિક વીડિયો પણ અપારશક્તિ ખુરાના સાથે જોવા મળ્યો હતો, જ્યારે તે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.
ADVERTISEMENT
View this post on Instagram
ADVERTISEMENT
જો આપણે પ્લેઈંગ-11ના અન્ય ખેલાડીઓ પર નજર કરીએ તો કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવૂડની અભિનેત્રીઓ અથવા મોડલ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. જેમાં શુભમન ગિલનું નામ પણ સામેલ છે, જેનું નામ તાજેતરમાં સારા અલી ખાન સાથે જોડાયું છે. જ્યારે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ એક મૉડલ છે, તો પૃથ્વી શૉનું નામ પ્રાચી સિંહ સાથે પણ જોડવામાં આવ્યું છે જે એક અભિનેત્રી છે.
View this post on Instagram
ગુજરાતમાં પહેલીવાર પ્રિ-બોર્ડ એક્ઝામ થશે, પરીક્ષાનો ભય-ચિંતા દૂર કરવા નવતર પ્રયોગ
આ ક્રિકેટરોએ પણ બોલિવૂડ સ્ટાર્સ સાથે લગ્ન કર્યા
માત્ર વર્તમાન ખેલાડીઓ જ નહીં પરંતુ ઘણા પૂર્વ ખેલાડીઓ પણ છે જેમણે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. તેમની વચ્ચે હાલમાં ઘણા સુપરસ્ટાર છે, જેમાં હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન જેવા ખેલાડીઓના નામ સામેલ છે. T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 સુપરસ્ટાર યુવરાજ સિંહે બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા, જે સલમાન ખાન સ્ટારર બોડીગાર્ડથી પ્રસિદ્ધિ પામી હતી. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા, જે છેલ્લે શાહરૂખ ખાન સ્ટારર ચક દે ઈન્ડિયામાં જોવા મળી હતી. ટર્બનેટર હરભજન સિંહે પણ પોતાનું દિલ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાને આપી દીધું હતું અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. જો આપણે આ પહેલા પણ જઈએ તો મન્સૂર અલી ખાન પટૌડીનું નામ સૌથી વધુ લોકપ્રિય છે, જેમણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.
ADVERTISEMENT