અમદાવાદમાં વસ્ત્રાપુર લેકમાં સૂતેલા ચોકીદાર પર અજાણ્યો શખ્સ પાવડો લઈને તૂટી પડ્યો, ખાટલામાં જ મોત
અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે. વસ્ત્રાપુર લેકમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા યુવકની અજાણ્યા વ્યક્તિએ પાવડો મારી-મારીને ઊંઘમાં જ હત્યા કરી…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે. વસ્ત્રાપુર લેકમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા યુવકની અજાણ્યા વ્યક્તિએ પાવડો મારી-મારીને ઊંઘમાં જ હત્યા કરી નાખી. જે બાદ હત્યારો ત્યાંથી ભાગી જાય છે. હત્યાના કંપાવી દેતા આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
યુવક શાંતિથી આવ્યો, પાવડો લીધો અને ચોકીદાર પર તૂટી પડ્યો
શહેરના વસ્ત્રાપુર લેકમાં રિટર્નિંગ દીવાલનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરના 10 જેટલા મજૂરો આ કામ કરી રહ્યા છે. એવામાં ગઈકાલે રાત્રે તળાવ આસપાસ એક મજૂર ખાટલામાં ઊંઘી રહ્યો હતો. દરમિયાન એક યુવક ત્યાં આવે છે અને ખુણામાં પડેલો પાવડો હાથમાં લઈને મજૂર પર તૂટી પડે છે. પાવડથી યુવકના માથા પર એક બાદ એક 11 જેટલા જીવલેણ ઘા કરીને દિવસે મજૂરી અને રાત્રે ચોકીદારી કરતા યુવકની હત્યા કરી નાખે છે. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. આ દરમિયાન કેટલાક યુવકો પણ રાત્રે ત્યાં ચાલવા માટે આવ્યા હોય છે, પરંતુ હત્યારાને પાવડા મારતા જોઈને ત્યાંથી ડરીને ભાગી જાય છે.
અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ખાટલામાં સૂતેલા સિક્યોરિટી ગાર્ડની પાવડા મારીને નિર્મમ હત્યા કરી નખાઈ#Ahmedabad #CrimeNews #MurderCase #GujaratiNews pic.twitter.com/EpyoTPtxsT
— Gujarat Tak (@GujaratTak) February 8, 2023
ADVERTISEMENT
સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી
નોંધનીય છે કે, હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. શહેરમાં દિવસેને દિવસે જાહેરમાં હત્યાના બનાવો વધતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. બે દિવસ પહેલા જ કાલુપુરમાં યુવકને દોડાવી દોડાવીને છરા અને તલવારથી હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે ગુનેગારોને પોલીસને પણ ખૌફ ન હોય તેમ જાહેરમાં ગુનાને અંજામ આપીને ભાગી જાય છે.
ADVERTISEMENT