આ તે કેવી જીદ! સુરતમાં માતાએ ફોન ન આપતા 14 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: બાળકોમાં દિવસેને દિવસે મોબાઈલનું વ્યસન વધી રહ્યું છે. ત્યારે ગમે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા મા-બાપ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં માતાએ મોબાઈલ ફોન ન આપતા 14 વર્ષની સગીરાએ માઠું લાગી આવતા ફાંસો ખાઈ લીધો. આ મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સગીરાએ માતા પાસે ફોન માગ્યો હતો
વિગતો મુજબ, સુરતના કામરેજ તાલુકામાં આવેલા પરબ ગામમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં મશીન ચલાવીને ગુજરાન ચલાવતા પરિવારની 14 વર્ષની સગીરાએ મોબાઈલ ફોન માગ્યો હતો. જોકે તેની માતાએ ફોન આપવાની ના પાડી દીધી હતી. આ બાબતે સગીરા ગુસ્સામાં હતા અને પોતાને રૂમમાં પૂરી દીધી હતી. માતાએ રૂમનો દરવાજો ખોલવા માટે ઘણા પ્રયાસો કર્યા તેમ છતાં દરવાજો ખૂલ્યો નહોતો.

આ પણ વાંચો: VIDEO: BJPની વિકાસયાત્રામાં મંત્રીજી પર કોઈ તોફાની ખંજવાળનો પાઉડર ફેંકી ગયું, કાર્યક્રમ વચ્ચે નહાવું પડ્યું

ADVERTISEMENT

રૂમમાં પૂરાઈને ફાંસો ખાઈ લીધો
બાદમાં તેમને માલુમ પડ્યું કે દીકરીએ ફાંસો ખાઈ લીધો છે. જે બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એક ફોન માટે દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તો સમગ્ર મામલે પોલીસે હાલ તો અકસ્માતનો મોતનો ગુનો નોંધ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT