‘મેં માતા મૂકી છે’, ગાંધીનગરમાં વેચેલી ભેંસના પૈસા માગતા પરિવારને ડરાવીને ભુવાએ રૂ.62 હજાર પડાવ્યા
ગાંધીનગર: ગાંધીનગરના એક ગામમાં પરિવારને ભુવાનો કડવો અનુભવ થયો. પશુપાલકે ભુવાને ભેંસ વેચી અને તેના પૈસા માગતા માતા મૂક્યાનો ડર બતાવી તાંત્રિક વિધિના બહારને રૂ.62…
ADVERTISEMENT
ગાંધીનગર: ગાંધીનગરના એક ગામમાં પરિવારને ભુવાનો કડવો અનુભવ થયો. પશુપાલકે ભુવાને ભેંસ વેચી અને તેના પૈસા માગતા માતા મૂક્યાનો ડર બતાવી તાંત્રિક વિધિના બહારને રૂ.62 હજાર તથા સોનાના પગરખા પડાવી લીધા હતા. છેતરપિંડી આચરીને પરિવારના ઘરે તાંત્રિકવિધિના બહાને ઘુણતા ભુવાએ વીડિયો વાઈરલ કરતા પરિવારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.
પરિવારે ભૂવાને રૂ.60 હજારમાં ભેંસ વેચી હતી
વિગતો મુજબ, ગાંધીનગરના એક ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ ભુવાને રૂ.60 હજારમાં ભેંસ વેચી હતી. જોકે ભુવાએ ભેંસના પૈસા ન આપતા પરિવારે માગણી કરી હતી. ત્યારે ભુવાએ ભેંસ મરી ગઈ હોવાથી શાના પૈસા આપવાના તેવો જવાબ આપ્યો હતો. બાદમાં ભુવાએ ગામમાં આવીને ખરીદેલી ભેંસ મરી ગઈ છતાં પરિવાર પૈસા માગી ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ મૂકીને માતા મૂક્યાની વાત કરી. જે પરિવારને માલુમ પડતા તેમણે ભુવાને ફોન કરીને સમાધાન માટે કહ્યું. ત્યારે ભુવાએ માતા પાછી વાળવા દંડ સ્વરૂપે 51 હજાર રોકડા અને સોનાનું જૂતું માગ્યું હતું, આમ ન કરવા પર માતાના કારણે પરિવારમાંથી કોઈનો જીવ જવાનો ડર બતાવ્યો હતો.
ADVERTISEMENT
માતાજીના નામે પરિવાર સાથે કરી છેતરપિંડી
ભુવાની આવી ધમકીથી ડરેલા પરિવારે તેને ઘરે આવીને થતું હોય તે લઈ જવા કહી દીધું અને તમામ વાતો માની લીધી. જે બાદ ઘરે આવેલા ભુવાએ બળજબરીથી તાંત્રિક વિધિના નામે 62 હજાર રોકડા પડાવી લીધા. જેમાં 51 હજાર માતા પાછા વાળવાના અને 11 હજાર સોનાના જૂતાના. તાંત્રિકવિધિ માટે ઘરે આવેલા ભુવાએ ત્યાં ઘુણીને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો. જે બાદ રોષે ભરાયેલા પરિવારે ભુવા વિરુદ્ધ અંધશ્રદ્ધાના નામે ભય ફેલાવવા અને પૈસા પડાવવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT