'હું કોંગ્રેસમાં જ રહીશ', 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહી શક્યા Arjun Modhwadia, હવે પ્રજા કરશે વિશ્વાસ?

ADVERTISEMENT

Arjun Modhwadia joined BJP
ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી કહેનારા મોઢવાડિયા તેમાં જ ભળી ગયા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અર્જુન મોઢવાડિયાએ ધારણ કર્યો ભાજપનો ખેસ

point

2 અઠવાડિયામાં પોતાની વાત પરથી ફગી ગયા

point

ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી કહેનારા તેમાં જ ભળી ગયા

Arjun Modhwadia joined BJP: લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે એક જ દિવસમાં ત્રણ મોટા નેતાઓએ કોંગ્રેસને રામ-રામ કહી દીધું છે. જેમાં કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પીઢ નેતા અર્જુન મોઢવાડિયા, સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેર અને નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતા અંબરીશ ડેર અને ધર્મેશ પટેલે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું આપ્યું હતું. તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. ત્યારે એક સમયે ભારતીય જનતા પાર્ટીને પર આક્રરા પ્રહારો અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓને વખોડતા નેતાઓએ ખુદ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરી દીધો છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

હવે કોઈ નેતા નહીં કરે પક્ષ પલટોઃ અર્જુન મોઢવાડિયા

પરંતુ અહીં આપણે વાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા વિશે કરવી છે, કારણ કે હજુ થોડા દિવસ અગાઉ જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડવાનાની વાતને નકારી ચૂક્યા હતા. બે અઠવાડિયા પહેલા અર્જુન મોઢવાડિયા Gujarat Takના ખાસ કાર્યક્રમ 'MANCH Gujarat'માં ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અર્જુન મોઢવાડિયાને ભાજપમાં જોડાવવાને લઈને સવાલ કરાયો હતો કે,  લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની સિઝન ખીલી ઉઠી છે ત્યારે હવે આવનારા દિવસોમાં કોંગ્રેસના કેટલા નેતાઓ પક્ષને અલવિદા કહેશે? જેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, 'કોઈપણ નહીં, અત્યારે જે કોંગ્રેસ પાસે છે તેમાંથી કોઈ ઓછું થવાનું નથી.'

ADVERTISEMENT

 


હું કોંગ્રેસમાં જ રહેવાનો છુંઃ અર્જુન મોઢવાડિયા

જ્યારે અર્જુન મોઢવાડિયાને બીજો સવાલ ભાજપમાં જોડાવાને લઈને કરાયો હતો કે, તાજેતરમાં એવી અટકળો ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાશે, તેના પર તમે શું કહો છો? Gujarat Tak ના આ સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, 'અટકળો કરવાની તમામને છૂટ છે આજે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તમારી સામે બેઠો છું. જ્યારથી વિધાનસભા શરૂ થઈ છે ત્યારે પણ હું વિધાનસભાની અંદર કોંગ્રેસનો મોરચો સંભાળીને બેઠો છું. મીડિયામાં ટીઆરપી વધારવી હોય એટલે આવા આધાર વગરના અહેવાલો સતત આવતા રહે, પણ એ બધું જ સાચું હોય છે તેવું હોતું નથી અને હું કોંગ્રેસમાં છું/રહેવાનો છું'

ADVERTISEMENT

વધુ વાંચો...અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાના પણ કોંગ્રેસને 'રામ રામ', MLA પદેથી આપ્યું રાજીનામું

પોતાની વાત પર અડગ ન રહી શક્યા મોઢવાડિયા

વર્ષો સુધી કોંગ્રેસમાં કાર્યકરથી લઈને અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા અને કોંગ્રેસમાં છું - રહેવાનો છું એવું કહેનારા અર્જુન મોઢવાડિયા 2 અઠવાડિયામાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે માત્ર 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહેનારા અર્જુન મોઢવાડિયા પર પ્રજા કેવી રીતે વિશ્વાસ કરશે?, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરનારા-ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારી પાર્ટી કહેનારા અર્જુન મોઢવાડિયાને અચાનક કેમ ભાજપ વ્હાલી થઈ ગઈ?

ADVERTISEMENT

શું પ્રજા હવે કરશે ફરી વિશ્વાસ?

વિધાનસભાની ચૂંટણી વખતે પોરબંદરની જનતાએ કહ્યું હતુ કે ગાંધીનું પોરબંદર બચાવવા માટે અમારે એક એવા નેતાની જરૂર છે કે જે અમારો અર્જુન પણ છે અને કૃષ્ણ પણ છે, પરંતુ આજે આ અર્જુને પોરબંદર ત્યજી દીધું છે. ત્યારે હવે  શું અર્જુન મોઢવાડિયા પર પોરબંદરની જનતા કરશે વિશ્વાસ?, તેઓ આગામી દિવસોમાં ભાજપમાંથી ચૂંટણી લડશે તો પ્રજા તેમના પર હવે પહેલા જેવો જ વિશ્વાસ કરી શકશે?
 

    follow whatsapp

    ADVERTISEMENT