Elvish Yadav ની પોલીસે કરી ધરપકડ, 'કોબરા કાંડ'માં મોટી કાર્યવાહી
એલ્વિશ યાદવ (Elvish Yadav)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની નોઈડા પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
એલ્વિશ યાદવને લઈને મોટા સમાચાર
યુટ્યુબર એલ્વિશ યાદવની પોલીસે કરી ધરપકડ
કોબરા કાંડ મામલે એલ્વિશ યાદવની ધરપકડ
Elvish Yadav arrested: એલ્વિશ યાદવ (Elvish Yadav)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની નોઈડા પોલીસે ધરપકડ કરી છે. કોબરા કાંડ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ યુટ્યુબરની પૂછપરછ ચાલુ છે.
એલ્વિશ યાદવની ધરપકડ
એલ્વિશ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. સાંપના ઝેર મામલે નોઈડા પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી છે. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ લાગ્યો છે.
શું છે સમગ્ર મામલો?
8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ મામલે FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એલ્વિશ યાદવ: જે સાપના ડંખથી મોત થાય તેનાથી નશો કઇ રીતે થાય?
આરોપી પાસે મળી આવ્યા ઝેરી સાપ
આરોપીઓ પાસેથી 5 કોબ્રા, 2 બે મોઢાવાળા સાપ (Red Sand Boa), એક અજગર અને 1 રેટ સ્નેક મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આ સાપના ઝેરનો ઉપયોગ પાર્ટીઓમાં કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
કોણ છે એલ્વિશ યાદવ?
એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે, જેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો. એલ્વિશ યાદવ એક YouTuber છે. તેની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવના હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની પાસે એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ છે, જેના લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT