આ 2 રાજ્યોમાં 4 જૂને નહીં થાય મતગણતરી, ચૂંટણી પંચે બદલી તારીખ; જાણી લો

ADVERTISEMENT

arunachal pradesh and sikkim
બે રાજ્યોમાં મતગણતરીની તારીખ બદલાઈ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

point

બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો

point

બંને રાજ્યોમાં 4 જૂનના બદલે હવે 2 જૂને મતગણતરી થશે

Big Decision Of Election Commission: લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પરંતુ આ બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બંને રાજ્યોમાં 4 જૂનના બદલે હવે 2 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ બંને રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 02 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શનિવારે જાહેર કરાયો હતો ચૂંટણી કાર્યક્રમ

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે શનિવારે અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તમામ 60 બેઠકો માટે 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી અગાઉ 4 જૂને થવાની હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં 2 જૂને મતગણતરી થશે.

ભાજપે જાહેર કરી દીધા છે ઉમેદવારોના નામ

ભાજપે અરુણાચલ પ્રદેશની તમામ 60 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ વખતે પાર્ટીએ 16 નવા ચહેરાઓને તક આપી છે જ્યારે ત્રણ વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ મુક્તો બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

ADVERTISEMENT

19 એપ્રિલે સિક્કિમમાં થશે મતદાન

સિક્કિમની વાત કરીએ તો ચૂંટણી પંચે અહીં પણ સામાન્ય ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. અહીં 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે અને 2 જૂને મતગણતરી થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT