અત્યારથી કરી લ્યો તૈયારી.. શુકવારથી નહીં મળે CNG ગેસ, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  રાજ્યમાં CNG વાહન ચાલકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 7 વાગ્યાથી ગ્રાહકોને CNG ગેસ નહીં મળે. 55 મહિનાથી વધુ સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતાં નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી CNG ગેસ નહીં વેચવા જાહેરાત કરવામાં આવી છે.  3 માર્ચથી અચોક્કસ મુદત સુધી CNG ન વેચવા નિર્ણય લેવામાં આવ્યો છે.

CNGના વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. જેના માટે અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે.  પત્રો લખાય છે.  અનેક મિટીંગો કરી પરંતુ કોઈ પરિણામ ન આવતા આજે ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. 03.03.2023ને શુક્રવારે સવારે 07 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી નવી જાહેરાત નહીં થાય ત્યાં સુધી CNG ગેસ ન વેચવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માંગને લઈ ઉતર્યા હડતાળ પર 
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વર્ષ 2017માં એગ્રીમેન્ટ કર્યા પછી પણ માર્જિન-કમિશનમાં વધારો કરવામાં ન આવતા પંપ સંચાલકો આ મામલે હડતાળ પાડવામાં આવી છે. CNGનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે. જે દર બે વર્ષે CNG કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરાયો હતો. ત્યારબાદ આજ સુધી વધારો કરાયો નથી. પેટ્રોલિમય મિનિસ્ટર દ્વારા 01.12.2021થી માર્જીન વધારવાનો નિર્દેશ હોવા છતાં અત્યાર સુધી કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જીન વધારવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ 1.25થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષતા ફરી વાર CNG પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

પંપ ધરકોમાં અસંતોષ
થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિ.ની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મિટિંગ મળી હતી.  જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક પડી ભાંગી હતી. પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT